Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
112
૭)
કે. પર
નાટક
છે. જે
પડશે. જૂના ભરેલા કર્મોને પણ ખાલી કરવા પડશે. એટલે કે નિર્જરા કરવી પડશે. એ માટે ભવમંડપમાં નચાતા નાટકમાં અલિપ્ત રહેવું પડશે. જેને દૃષ્ટા-પ્રેક્ષક બનીને નાટક જોતાં આવડે તે કર્મની ટાંકી ખાલી કરી શકે. પરંતુ જો એમાં ભળે તો ટાંકી ખાલી થવાને બદલે ઉલટી ભરાય. જીવનસંસારને નાટક સમજીને બનતાં બનાવમાં ભળીએ નહિ તો છૂટા રહી છૂટકારો મેળવી શકીએ. જે ભળે છે તે બળે છે પણ ભાળે છે તે મહાલે છે. શું કરીશું? ભળીશું કે ભાળીશું?
ભગવાન મહાવીરસ્વામીજી એમના પૂરા સાધનાકાળમાં ક્યારેય, કશે, કોઈ સાથે ભળ્યા નથી. એટલે સુધી કે ગૃહવાસમાં એ ત્રણ જ્ઞાનના ધણીને માતાપિતાએ પાઠશાળા ભણવા બેસાડ્યા ત્યારે તે દૃષ્ટા બની રહી પાઠશાળામાં ભણવા ગયા.
અહીં “કારણ જોગે હો કારજ નીપજે રે...” કહેવામાં યોગીરાજજીનો એ આશય પણ છે કે જ્યાં સુધી કારણ ઉપાદાન તૈયાર થતું નથી, ત્યાં સુધી કાર્ય ઉપાદાનરૂપે તે પરિણમતું નથી. આ કારણ ઉપાદાન તૈયાર થવામાં બહારના નિમિત્તના પરિબળો બહુ મહત્વનો ભાગ ભજવતાં હોય છે. એટલે કે ઉપાદાનને યોગ્ય નિમિત્ત મળે છે ત્યારે તે ઉપાદાને કારણઉપાદાનરૂપે તૈયાર થતાં, તે જ કારણ-ઉપાદાન સ્વબળે અસાધારણ કારણના સેવન દ્વારા કાર્યઉપાદાનરૂપે પરિણમે છે. અર્થાત્ જેટલી ઉપાદાનની મહત્તા છે તેટલી જ નિમિત્તની પણ મહત્તા છે. ઘઉંના દાણા નથી તો ખવાતા અને નથી તો ભોજનમાં પીરસાતા. એ ઘઉંના દાણા જ સ્વયં રોટલી, પૂરી, શીરારૂપે પરિણમતા નથી પણ એના પરિણમનને યોગ્ય બાહ્ય પરિબળો ભેગાં મળે છે ત્યારે પરિણમનને પામે છે. એ પછી જ તે ખાદ્ય, સ્વાદ્ય, ભોગ્ય બને છે. અન્યથા નહિ. હા !
જ્ઞાન અને રાગની સાંઘ છે ત્યાં પ્રજ્ઞા છીણી મારી જ્ઞાન અને રાગને છૂટા પાડી શકાય છે.