Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
110
લો” “ખાડો ખોદે તે પડે” આ બધી લોક કહેવતો સાચી જ છે અને તેના મૂળમાં આ વૈશ્વિક સિદ્ધાંત કામ કરી રહ્યો છે. તેથી જ તો ગીતામાં કહ્યું કે “u વળેવ થવસ્તુ મા જોસુ વાવના” “હે જીવ! કર્મ કરાય ત્યારે કરાતા કર્મ ઉપર તારો અધિકાર-તારી સત્તા છે. જે કાંઈ કારણ સેવાય, જે કાંઈ કર્મ કરવામાં આવે તે ઉપર પૂરતો વિચાર કરીને કરવા યોગ્ય સુકૃત-સત્કર્મનું તું સેવન કર અને દુષ્કૃત- અસત્કર્મના સેવનથી દૂર રહે. કર્મ કર્યા પછી ફળ તો તારે ઈચ્છાએ કે અનિચ્છાએ ભોગવવું જ પડશે. ફળ ભોગવવામાંથી તું ક્યારેય છૂટી શકીશ નહિ!” કરવાપણું છે ત્યાં ભોગવવાપણું છે. સારાનું સારું અને નરસાનું નરસું. કહ્યું છે ને કે “જેવી કરણી તેવી ભરણી.” માટે જ જ્યાં સુધી કરવાપણું છેસક્રિયતા છે ત્યાં સુધી ભોગવવાપણાનો-કર્મના વિપાકનો વિચાર કરી સત્કાર્ય, સદ્ભાવ, સવિચાર, સદ્વર્તન જ કરવાનું રાખવું. કર્મ વળગેલા છે, મન વચન કાયાનો યોગ છે ત્યાં સુધી કરવાપણું છે – સક્રિયતા છે. કર્મબંધનું કારણ એટલે કે આશ્રવ સેવાશે નહિ તો જ સંવરમાં રહી નિર્જરા થશે ત્યારે જ કરવાપણાથી છૂટકારો થતાં કૃતકૃત્ય બની જઈ અક્રિય થવાશે અર્થાત અયોગી, અદેહી, અશરીરી બની જતાં મોક્ષ પમાશે. તેથી એવા કાર્યનું લક્ષ રાખ કે જે અંતિમ કાર્ય હોય. કૃતકૃત્ય - સિદ્ધ બનાવનાર કાર્ય હોય. એ પણ પાછો વૈશ્વિક અફર સિદ્ધાંત છે કે “અંતિમ કાર્યનું કાર્ય નહિ હોય અને મૂળ કારણનું કારણ નહિ હોય” “ફળનું ફળ નહિ હોય અને બીજનું બીજ નહિ હોય.”
આ કારણ કાર્યનો સિદ્ધાંત પુરુષાર્થનો છેદ ઉડાડ્યા વિના ભવિતવ્યતાને ઊભી રાખે છે. જો સત્ની અને શુભની ઈચ્છા હોય તો કારણ એવા સેવ કે જે સત્કાર્યરૂપે પરિણમે. આમ સત્કાર્ય પુરુષાર્થ માટે
નિર્વિકારી હોય તે અવિનાશી, પૂર્ણ અને સ્વાધીન હોય.