Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
109
- હૃદય નયન નિહાળે જગધણી
તેવા સ્વરૂપે કાર્ય થનાર છે એટલે કર્મ, સંયોગો આપે છે પરંતુ અભિગમ, સમાધિ અને દૃષ્ટિ એ જીવના વિવેકાદિ ઉપર નિર્ભર છે.
* બીજી વ્યક્તિના સંદર્ભમાં, કર્મનું પાતંત્ર્ય માની લેવાથી, તેના માટે મુલાયમ અભિગમ રહે છે માટે તે કરી શકાય. પરંતુ સ્વની સાધના પ્રત્યે તો માત્ર પુરુષાર્થની પ્રધાનતા વિચારવાથી વિવેક સઘન બની શકે છે અને જાગૃતિથી મોક્ષમાર્ગમાં અવિરત પ્રયાણ થઈ શકે છે.
ચંડકૌશિક સર્પના જીવ ગોભદ્ર બ્રાહ્મણને દીક્ષા લીધા બાદ, ઘોર તપ કરવા છતાં હવે પછી નીચેના સ્થાનોમાં જવાનું હતું માટે જ, તેવા પ્રકારના કર્મનો ઉદય થયો. એટલે જ બહારમાં દેડકાની વિરાધના થાય એવું નિમિત્ત અને એવા સંયોગો આવી મળ્યાં. એ ઓછું હોય, તેમ વધુમાં એ દેડકીની વિરાધનાને જોનારા અને તેની વારંવાર યાદ અપાવનારા બાળમુનિના નિમિત્તનો પણ ભેટો થયો. ક્રોધનો ઉદય તીવ્રપણે થવાનો હતો, તેથી તેવા જ પ્રકારના કર્મનો ઉદય થાય, તે માટે પાછા બાળમુનિ રાત્રિના સમયે પણ નિમિત્ત બની સામા આવ્યા અને તેમને મારવાના ભાવથી રાત્રે એની પાછળ દોડવા જતાં થાંભલાને ભટકાયા અને અથડાવાથી મૃત્યુ પામ્યા. ફલસ્વરૂપ જ્યોતિષ દેવલોકનો એક ભવ કરી ત્યાંથી આશ્રમમાં ગૃહપતિ તરીકે મનુષ્યનો ભવ પામી ક્રોધની પરંપરામાં ચંડકૌશિક સર્પના અવતારને તે પામ્યા. આમ કારણ વિના કોઈ કાર્ય હોતું નથી. જીવ જેવા કેવા કર્મો બાંધે છે તેવા તેવા તેને ભોગવવાના - તે કર્મવિપાકને અનુરૂપ બહારમાં તેવા તેવા નિમિત્ત, સંયોગો અને અંદરમાં અંતર પરિણામ-અંતરભાવ ભવિતવ્યતા આપી જ દે છે. તેથી જ તો કહ્યું છે કે “બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ.” જેવું કારણ જેવા ભાવે સેવાય તેવું જ કાર્ય તે ભાવને અનુરૂપ બનીને રહે. “વાવે તેવું
વિકારી હોય તે વિનાશી, અપૂર્ણ અને પરાધીન હોય.