Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
107
હૃદય નયને નિહાળે જગધણી
નિરાલંબન, સ્વાધીન-પરાધીન, સાકાર-નિરાકાર, સાવરણ-નિરાવરણ, સ–અસત્, નિત્ય-અનિત્ય, વિનાશ-અવિનાશી, સ્થિર-અસ્થિર, સક્રિયઅક્રિય, મૂર્ત-અમૂર્ત, રૂપી-અરૂપી, નામી-અનામી, જીવ-અજીવ, જડચેતન, ઉપચરિત-અનુપચરિત, ક્રમિક-અક્રમિક, વૈત-અદ્વૈત ઈત્યાદિથી વિશ્લેષણ કરવું જોઈશે.
જડ-પુદ્ગલને સંયોગ-વિયોગ, ઉત્પાદ-વ્યય, સર્જન-વિસર્જન, સંકોચ-વિસ્તાર આદિથી વિશ્લેષણ કરી સમજવાનું અને સમજાવવાનું છે. પરિશીલન એટલે જ જે કાંઈ વાંચન, શ્રવણ, મનન કર્યું છે તેમાં ઊંડા ઉતરી એના હાઈ-મર્મને હૃદયસ્થ કરવો અને જીવનમાં ચરિતાર્થ કરવો. જે કાંઈ વાંચ્યું, સાંભળ્યું છે તેને વાગોળી-વાગોળીને એના રસને એટલે કે સારભૂત તત્ત્વને અસ્થિ-મજા બનાવવું એ નિદિધ્યાસન છે. નિદિધ્યાસનથી સ્વરૂપની પ્રતીતિ થાય છે, જે સ્વરૂપાનુભૂતિ પ્રતિ દોરી જાય છે. એ સ્વનો અધ્યાય એવો ચોથા પ્રકારનો સ્વાધ્યાય નામનો અભ્યતર તપ છે. એમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા હોય છે. એ પાંચમાંના પરાવર્તન અને અનુપ્રેક્ષા છે તે જ પરિશીલન છે.
કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉન્માદ. સંભવદેવ.૫
પાઠાંતરે જોગેને સ્થાને યોગઈ, નીપજેને સ્થાને નિપજઈ, એહમાને સ્થાને એમાં, સાધીએને સ્થાને સાધીશું, અને ઉનમાદને સ્થાને ઉન્માદ છે.
શબ્દાર્થ કારણના યોગે-જોગ-સંયોગે કરીને કારજ એટલે કે
જાણનારો સતત જણાયા કરે તો સાધનામાં વિકાસ થાય. આપણું અરૂપી સ્વરૂપ જે છે તે ઉપયોગની પકડમાં આવવું જોઈએ.