Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
એમના ૬૬મા અને ૬૮મા પદમાં સાધુ સંગતિ ચાહી છે.
સાધુસંગતિ અરુ ગુરુકી કૃપાતેં, મિટ ગઈ ફુલકી રેખા; આનંદઘનપ્રભુ પરચો પાયો, ઉતર ગયો દિલ ભેખા. સાધુભાઈ અપના રૂપ જબ દેખા.
-
દેવ અસુર ઈન્દ્રપદ ચાહ્ ન, રાજ ન કાજ સમાજ રી; સંગતિ સાધુ નિરંતર પાવું,
આનન્દન મહારાજ રી. સાધુસંગતિ બિનુ કૈસે પૈસેં...
એક ઘડી આંધી ઘડી, આધીમેં પુનિ આધ; તુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધ. સંત તુલસીદાસ
106
ચરમ યથાપ્રવૃત્તકરણમાં આવેલો જીવ સદ્ગુરુના ઉપદેશથી તેમજ તેમની આજ્ઞાથી, આત્મવિજ્ઞાન-આત્મસ્વરૂપને સમજાવનારા અધ્યાત્મગ્રંથોનું નિરંતર પઠન, શ્રવણ, મનન કરે છે. વારંવાર તેનું પરાવર્તન કરે છે પરિશીલન એટલે કે ઊંડું ચિંતન-અધ્યયન કરે છે. વળી એ પરિશીલન સૂક્ષ્મ ધારદાર બને તે માટે પદાર્થોની-તત્ત્વની વિચારણા, નયસાપેક્ષ, હેતુવાદ, આશય આદિના લક્ષપૂર્વક કરે છે. આત્મા જેવા પદાર્થને દ્રવ્ય-ભાવ; વ્યવહાર-નિશ્ચય, જ્ઞાન-ક્રિયા, આદિ સર્વ પડખાઓથી .(પાસાઓથી) વિચારવામાં આવે ત્યારે જ આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ સમજાય છે અને શ્રદ્ધેય બને છે તેથી સદ્દહણા થાય છે. જીવ, જગત અને જગન્નાથ (પરમાત્મા) સહિત અધ્યાત્મને આ નીચેના દ્વૈતજોડકાં-યુગલના વિશ્લેષણથી સમજી અને સમજાવી શકાય છે.
આત્માને સમજવા સગુણ-નિર્ગુણ, સવિકલ્પ-નિર્વિકલ્પ, સાલંબન
વિકલ્પો અને વિકારો પેદા થવા તે જ્ઞાનની મલિનતા છે. નિર્વિકલ્પ સ્વરૂપ ઉપાદેય લાગવું જોઇએ.