Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
104
પહોંચતા, ઉપયોગ સઘન બની ક્ષપકશ્રેણિએ આરુઢ થાય છે અને તેના ફળસ્વરૂપ વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શીતા, સર્વનંદીતા, સહજાનંદીતા, નિર્વાણ અને સિદ્ધત્વની-મોક્ષની પ્રાપ્તિ થાય છે.
એવી માહિતી મળે કે દરિયા કિનારે રેતીમાંથી હીરા મળે છે અથવા તો નદીના તટમાંથી સુવર્ણ રેત- તેજમતૂરી મળે છે; એ જાણ્યા પછી સમયની રાહ જોઈને બેસી રહીએ છીએ કે દોટ મૂકી સ્થળે પહોંચવાનો અને વસ્તુને મેળવવાનો પુરુષાર્થ આદરીએ છીએ ?
જો સંસારના જીવનવ્યવહારમાં, ભૌતિક ક્ષેત્રે, સમયની રાહ જોઈને બેસી નહિ રહેતાં, લાભ તુરત જ અને વધુમાં વધુ મેળવવા માટે પુરુષાર્થ આદરતા હોઈએ તો પછી અધ્યાત્મક્ષેત્રે કેમ નહિ? મોક્ષ – સ્વાધીન સુખ મેળવવાનો તલસાટ-જ્વલંત તમન્ના હોય તો જ, બીજા બધાં કામ બાજુએ મૂકીને, એ તરફનો પુરુષાર્થ આદરાય.
પરિચય પાતિક ઘાતક સાધુશું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાત્મ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત.. સંભવદેવ..૪
પાઠાંતરે પાતિકની જગાએ પાતક, ઘાતકની જગાએ ઘાતિક, સાધુશેની જગાએ સાધશું, મનનની જગાએ મનને, પરિશીલન નયની જગાએ પરિસલનય છે. | શબ્દાર્થ: પાતિક કે પાતક એટલે પાપનો ઘાત કરનારા (ઘાતક) - નાશ કરનારા એવા સાધુશું - સાધુ સાથે પરિચય (ઓળખાણ) - સોબત થતાં ચેત એટલે કે ચિત્ત કે મન સંબંધી અકુશલ કહેતાં અકલ્યાણકારી-અહિતકારી-પાપકર્મોનો અપચય એટલે કે ઘટાડો-વ્યય થાય છે-જે ચય-સંચય કર્યું છે તેનો અપચય-નાશ થાય છે.
જીવદયા અનુકમ્પા વગેરે નિષેઘાત્મક અહિંસા છે જ્યારે પ્રેમ, મૈત્રી, વાત્સલ્ય, એ વિધેયાત્મક અહિંસા છે.