Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
103
- હૃદય નયન નિહાળે જગધણી
* ઓઘદૃષ્ટિમાંથી યોગદૃષ્ટિમાં આવ્યા પછી જિનપ્રવચનને અનુસરતી વાણી સીધેસીધી કે કોઈ પણ અન્ય દર્શન દ્વારા પ્રાપ્ત થાય છે. આગળનો વિકાસ પ્રવચન પ્રાપ્તિ પછી પ્રવચનના આલંબનથી શક્ય બને છે.
સાધક એવા અનુભવી સંતોનું એવું કહેવું છે કે આત્મામાં મોક્ષદશા પ્રગટવાનો ભવિતવ્યતાનુસાર જે નિશ્ચિત-કાળ છે, તે કાળે જ મોક્ષદશા પ્રગટે છે. આવો આત્મદ્રવ્યનો ધર્મ છે. આવું જેમણે કાળનયથી જાણ્યું છે, તેમની દૃષ્ટિ હંમેશા શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય ઉપર જ પડી છે અને તે દ્રવ્યના આશ્રયે અલ્પકાળમાં મુક્તિને પામે છે. કાળને પકવવાની તેમજ મીશકાળને ઉત્પન્ન કરવાની ઉભય શક્તિ આત્મદ્રવ્યમાં છે. આવી શક્તિ બહારના કોઇ પદાર્થમાં નથી, એવું જે સમજે છે, તે નિરંતર પોતાના ઉપયોગને - પોતાની દૃષ્ટિને, આત્મદળ ઉપર કેન્દ્રિત રાખી ઉપાદાનની પાત્રતા યોગ્યતાને ખીલવવાની અને કાળને પકવવાની ક્રિયામાં પ્રવૃત્તિશીલ બને છે. આજ સાચો ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થ છે-આધ્યાત્મિક પુરુષાર્થ છે.
કાળલબ્ધિ પાકે ત્યારે ભવસ્થિતિનો પરિપાક થાય અને ત્યારે જ જીવને ભવસાગર તરવાના ભાવ થાય પણ તે પહેલા ન થાય. આવું માની જે આત્માઓ સમયની રાહ જોતા બેસી રહે છે, તે આત્માઓ જિનાગમના મર્મને સમજતા નથી.
| વિશુદ્ધ આત્મદ્રવ્ય ઉપર નિરંતર ઉપયોગ રાખવો તે પુરુષાર્થ છે અને તેનાથી કાળલબ્ધિનો સમયે-સમયે પરિપાક થતો જાય છે. એ પરિપાક તીવ્ર થતા જીવને ભવસાગર તરવાના ઊંચા-ઊંચા નિમિત્તો આવી મળે છે. એનાથી ઉપયોગ વધુ ને વધુ અંતર્મુખ બને છે, જેનાથી કાળલબ્ધિની પરિપક્વતામાં વૃદ્ધિ થાય છે. આ પ્રક્રિયા પરાકાષ્ટાએ
હું સામાન્ય છું ને વિશેષરૂપ નથી. હું અભેદ છું ને ભેદરૂપ નથી.
હું જાણનાર છું ને કરનાર નથી.