Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
101
- હૃદય નયન નિહાળે જગધણી
આગળ વધવાપણું એ ત્રીજા અનિવૃત્તિકરણ કરવા બરોબર-જય મેળવી – આત્માનંદ - તત્ત્વાનંદ પામી સમકિતી બનવાપણું છે. અહીં આ તબક્કે ગ્રંથિ છેદવાથી કાંઈ રાગદ્વેષનો સંપૂર્ણ નાશ નથી થતો, પણ જે ગાંઠ પડી ગઈ હોય છે તે ગાંઠ છૂટી જાય છે-ગૂંચ ઉકલી જાય છે અને પછી તેના જ બળે એ રાગદ્વેષનો સર્વથા નાશ કરી વીતરાગ થવાનો, માર્ગ ખુલ્લો થાય છે.
ગ્રંથિનો અનુભવ સીધો નથી થતો. ઉપયોગ ઘણો ઘણો અંદર જાય ત્યારે ગાંઠ-અટકણ અનુભવાય છે. આ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણાદિની વાત થોડી એના જેવી છે કે માર્ગે ચાલ્યા જતાં મુસાફરને ચોરોની પલ્લીની જાણ થતાં, એ ક્યાં તો પાછો ફરી જાય છે, સ્થિર ઊભો રહે છે કે પછી પુરુષાર્થી બની પરાક્રમ ફોરવી અંતરાય-ગાંઠ ઓળંગી-ભેદીને, આગળ વધી જાય છે.
પહેલી દૃષ્ટિ પૂર્વે અપુનબંધક અવસ્થા એ કૂવો ખોદતા ભીની માટી મળવા જેવી ભૂમિકા છે. પછી પહેલીથી પાંચમી દૃષ્ટિ સુધીમાં ક્રમશઃ પાણીની શેરો ફૂટતી જાય છે. છેલ્લું પ્રતર ભેદાય એટલે પાણીની છોળો ઉછળ-ફૂવારો છૂટે. પાણીથી પ્લાવીત થઈ જવાય-ડૂબી જવાય. શીતળતા નિર્મળતા આવે અને તૃષા શાંત થાય.
પાંચ સમવાયી કારણો ભવિતવ્યતા, કર્મ, કાળ, પુરુષાર્થ અને સ્વભાવ છે. નિગોદની અવ્યવહારરાશિમાંથી બહાર નીકળી યથાપ્રવૃત્તકરણ સુધી પહોંચવામાં ભવિતવ્યતા નામના સમવાયી કારણની પ્રધાનતા હોય છે.
ચરમાવર્તમાં આવવા સુધી કાળની પ્રધાનતા છે અને અપૂનબંધક,
માન મૂકે તે મહાન અને મોહ હણે તે મોહન!