Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી , 100
પ્રથમ તબક્કાની ચતુર્થદષ્ટિ અંતર્ગત અનિવૃત્તિકરણથી કાર્મગ્રંથિક-મત પ્રમાણે દર્શનમોહનીયનો એક અંતર્મુહુર્ત માટે ઉપશમ થાય છે, જેનાથી જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે અને ત્યારબાદ જો શુદ્ધ પુજનો ઉદય થાય તો જીવ ક્ષયોપશમ સમ્યકત્વ પામે છે. એ વિપર્યાસ મુક્તિ છે.
જ્યારે ક્ષપકશ્રેણી કે ઉપશમશ્રેણી અંતર્ગત અપૂર્વકરણથી ચારિત્રમોહના ક્ષય કે ઉપશમ થતાં જીવ ક્ષીણમોહ વીતરાગતા કે ઉપશાંતમોહ વીતરાગતાને પામે છે. આ મોહમુક્તિ છે. આ વિષયમાં જિજ્ઞાસુઓને વિશેષ જાણકારી માટે પૂ. હરિભદ્રસૂરિજીના “શાસ્ત્રવાર્તા સમુચ્ચય', ‘યોગદષ્ટિ સમુચ્ચય', યોગબિંદુ' આદિ ગ્રંથો અને આ ગ્રંથકારના યોગદૃષ્ટિના અજવાળાં' આદિ ગ્રંથો ગુરુગમથી જોઈ જવા ભલામણ છે. આ દષ્ટિનો વિષય મુમુક્ષુ સાધકે ખાસ સમજવા જેવો છે અને સમજીને પોતે કઈ ભૂમિકાએ છે તેનો તાળો મેળવવા જેવો છે.
ટૂંકમાં ઓઘદૃષ્ટિમાંથી યોગદૃષ્ટિમાં આવવાપણું અને માયોપથમિક કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં જવાપણું એ, ભલી દૃષ્ટિનું ખીલવાપણું અને ખૂલવાપણું છે.
અપૂર્વકરણ અંગે શાસ્ત્રમાં કીડીનો દાખલો આપવામાં આવે છે. ચાલતા-ચાલતા કીડી ખીલા કે ભીંત નજીક આવે, એટલે કોઈ કોઈ કીડી પાછી ચાલી જાય છે, તો વળી કોઈક કીડી ભીંત કે ખીલા પર ચઢી બેસે છે અને કોઈક કીડી આગળ વધે છે. આમાં જે ભીંત કે ખીલાને જોતાં પાછી ચાલી જાય છે, તેને કોઈ લાભ થતો નથી. આ ગ્રંથિભેદે આવીને અપૂર્વકરણનું પરાક્રમ કર્યા વિના જ પાછા ફરી જવાપણું છે. જે ભીંત કે ખીલા પર ચઢી બેસે છે તે અપૂર્વકરણનું પરાક્રમ કરવા બરોબર છે. અને
ફરીયાદનું મૂળ ને યાદ (સ્મૃતિ) છે તે વિવાદના થડ રૂપે વધે છે, વિખવાદની શાખા રૂપે વિસ્તરે છે, તેને ફળ વિષાદના જ લાગે છે.