Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
105
$
હૃદય નયન નિહાળે જગધણી
અધ્યાત્મ ગ્રંથોનું શ્રવણ, મનન કરીને નય-હેતુવાદપૂર્વક પરિશીલન કરવું જોઈએ.
લક્ષ્યાર્થ : વિવેચન : આત્માને આ સંસારમાં અનંતકાળથી જકડી રાખીને રખડાવનાર જો કોઈ હોય, તો તે મિથ્યાત્વમોહની પ્રગાઢતા અને રસમાં રહેલી અનંતાનુબંધીની કક્ષાની તીવ્રતા છે. આખો સંસાર અનંતાનુબંધીના રસની તીવ્રતા ઉપર જ નિર્ભર છે. અનંતાનુબંધીના રસની જ્યાં તીવ્રતા હોય ત્યાં તેનું સહવર્તી મિથ્યાત્વ સહજાસહજ સાથે હાજર જ હોય છે. આ બંને પાપો આત્માની અવનતિ કરી ભવોભવ આત્માનો ઘાત કરી રહ્યા છે.
આવા આ ઘાતક મહાપાપોનો ઘાત કરવામાં નિમિત્ત કારણભૂત સાધુ મહાત્મા કે જેઓએ પોતે હિંસા, જૂઠ, ચોરી, આદિ પાંચેય આશ્રવોનો વિધિપૂર્વક ત્રણેય યોગ અને ત્રણેય કરણથી સર્વથા ત્યાગ કર્યો છે અને યથાર્થ ઉપદેશ આપી મોક્ષમાર્ગમાં જોડનારા છે, તેની સાથે પ્રથમ પરિચય અહિં થાય છે. ચરમ યથાપ્રવૃત્તકરણમાં આવતાં આવા સાધુ મહાત્માનો ગાઢ ઘનિષ્ઠ સંગ થાય છે.
-
આવી સાધુસંગતના કારણે આત્માનું અકુશલ કરનારા, અહિતકારી ઘાતક કર્મોમાં ઘટાડો થાય છે. ચિત્તની સંક્લિષ્ટતા ઘટતી જઈ ચિત્ત નિર્મળ થતું જાય છે. આમ સાધુસંતોની સંગત-પરિચય કર્મનિર્જરાનો અને આત્મવિકાસનો હેતુ બને છે.
સાધુ સંગત એવી છે કે જીવનની રંગત બદલી નાંખે. પારસમણિનો સંગ જેમ લોઢાને સોનું બનાવે છે તેમ સાધુસંગત જીવને શિવ બનાવે છે. ભીતરના સત્યમ્ શિવમ્ સુંદરમ્ને પ્રગટાવે છે. એથી જ તો યોગીરાજજીએ
જ્ઞાનને જ્ઞાનમાં સમાવવાનું છે. વિષયોનું આલંબન છોડી સ્વરૂપ પકડાય ત્યારે જ્ઞાન, જ્ઞાનમાં સમાય.