Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
97
, હૃદય નયન નિહાળે જગધણી
તેટલો પુરુષાર્થ કરે પણ કાળલબ્ધિનો પરિપાક ન થયો હોય તો તે થતા નથી. દરેક જીવનો કાળલબ્ધિનો પરિપાક ભિન્ન ભિન્ન સમયે થાય છે, જે જ્ઞાની સિવાય કોઈ જાણતા નથી માટે જ્ઞાની પુરુષો ઉપયોગને સ્વરૂપ તરફ જોડવારૂપ અંતર્મુખી સાધના કરવાનું ફરમાવે છે કે જેનાથી પ્રત્યેક સમયે સંવર-નિર્જરારૂપ મોક્ષમાર્ગ સધાય છે અને તેમ છતાં કાળલબ્ધિના પરિપાકથી કાર્યસિદ્ધિ થાય છે. બે સમકક્ષ સાધક સાધનામાં ગુણારોહણ કરતાં હોય ત્યારે એક સાધકને એક સમયે અને બીજા સાધકને બીજા સમયે ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. એનું કારણ ક્ષણિક ઉપાદાન એટલે કે તત્સમયની યોગ્યતા અર્થાત્ કાળલબ્ધિ છે. ' '
લક્ષ્યાર્થ-વિવેચન : જીવ ચરમાવર્તમાં આવે અને તેમાં પણ જ્યારે ચરમ યથાપ્રવૃત્તકરણમાં આવે છે, ત્યારે સંસારમાં રખડાવનાર ક્લિષ્ટ પરિણતિનો પરિપાક થાય છે એટલે કે અંત આવે છે. જેવી રીતે ફળ પાકી જતાં ડીંટું-શાખા તેને છોડી દે છે અને વૃક્ષ ઉપરથી ખરી પડે છે કે વેલથી છૂટું પડી જાય છે, તેવી રીતે કાળ પરિપાક થતાં જીવનું સંસારની રખડપટ્ટી-ભવભ્રમણમાંથી છૂટવાપણું થાય છે. શેવદર્શનના મૃત્યુંજયમંત્રમાં આવી જ વાત ગૂંથવામાં આવી છે.
__ ॐ त्र्यंबकं यजामहे सुगंधीम् पुष्टिम् वर्धनम्। उर्वारुकम् इव बन्धनात मृत्योः मुक्षीय माम् अमृतामे ।।
ચરમ-યથાપ્રવૃત્તકરણ એટલે સમ્યત્વને પ્રાપ્ત કરવાનો યથાર્થ ભાવ-યથાર્થ માર્ગ, જે જ્ઞાની પુરુષોએ બતાવ્યો છે, તે પ્રમાણે તે માર્ગ ઉપર ચાલવાનો આંતરિક પુરુષાર્થ.
હવે ફરીથી ૭૦ કોટાકોટીની મોહનીયકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
ઘનભાર (+ve)ને ઋણભાર (- ve) લાગ્યો છે તેથી સંસાર પ્રવાહ શરૂ થયો છે. ઋણભાર એટલે કે ઋણાનુબંઘ પૂરા કરીએ તો ઘનત્વને-આનંદધનને પામીએ.