Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
93
હૃદય નયન નિહાળે જગધણી
5
ટૂંકમાં યોગીરાજજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે જીવને શિવ બનવામાં ભય, દ્વેષ, ખેદ એ ત્રણ દોષ અડચણરૂપ છે. મૂળ મૂડીની ચૂકવણી તો બાકી જ છે પણ એ મૂળ ઉપરનું વ્યાજ અને વ્યાજ ઉપરનું વ્યાજ એટલું બધું ચક્રવૃદ્ધિ દરથી ચડતું જાય છે કે ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. મન-વચન-કાયાના યોગથી નિત નવા-નવા કર્મો ક્ષણે-ક્ષણે ઉપાર્જયા કરે છે. એની સામે કર્મ ખપાવે છે, પણ તે જેટલાં ઉદયમાં આવે છે એટલાં જ ખપાવે છે. ઉપાર્જન અઢળક છે અને સામે વિસર્જન અલ્પ છે. પરિણામે દેવું વધતું જ જાય છે. ભય, દ્વેષ, ખેદના કારણે જીવ આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાંથી ઊંચો આવતો નથી.
ચિત્તની વૃત્તિઓ અને મનના પરિણામ શાંત હોય તો જીવ સદ્વિચારણા લાવી શકે; જેથી સન્માર્ગ પકડી શકાય. પરંતુ ઉપરોક્ત ત્રણ દોષો આત્માની શાંતિ હરી લઈ જીવનેં સતત મુંઝવણમાં નાખી રહ્યા છે. એ ત્રણ દોષોને ઉત્તેજન આપનારા રાગ-દ્વેષ અને મોહ છે. કષાયો જીવને સંસારમાં જકડી રાખે છે. આ બધાંને કારણે આત્મસંપદા લૂંટાઈ રહી છે.
જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ-પ્રેમભાવ-કરુણાભાવ હોવા જોઈએ. ગુણીજનો પ્રત્યે જીવતો જાગતો પ્રમોદભાવ- અહોભાવ - આદરભાવપૂજ્યભાવ – નમસ્કારભાવ હોવો જોઈએ. એમના ગુણોની પ્રશંસાઅનુમોદના કરવી જોઈએ અને જીવમાત્રને રોજે-રોજ ખમાવવા જોઈએ. પોતાનું આત્મનિરીક્ષણ કરતાં રહી સ્વદોષનો પારાવાર પશ્ચાતાપ કરવો, પ્રાયશ્ચિત લેવું, હૃદય દયાર્દ્ર-દયાળુ ભીનું ભીનું કોમળ રાખવું જોઈએ. આવી સેવનાથી અભય અદ્વેષ અખેદ રહેવાય.
આપણને જગયિકિત્સક બનતા આવડે છે પણ જાત યિકિત્સક બનતા નથી આવડતું !