Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
91
- હૃદય નયન નિહાળે જગધણી
દોડાદોડ-ઉતાવળ હોય છે. એમાં કોઈ ભલીવાર નથી હોતો. શાંત, સ્થિર અને એકચિત્ત પૂજામાં ઉપયોગનું જોડાણ હોય છે, તેથી પ્રભુમિલન હોય છે અને એથી જ એમાં સમયનું ભાન ભૂલાઈ જતું હોય છે.
પ્રભુપૂજામાં ચિત્ત એકાગ્ર નહિ થવાનું કારણ ભય છે, તેમ બીજું કારણ દ્વેષ પણ છે. કવિશ્રીએ દ્વેષ શબ્દ એના પ્રચલિત ધિક્કાર કે તિરસ્કાર અર્થમાં નહિ પ્રયોજતા ધૃણા અર્થમાં પ્રયોજ્યો છે. પ્રભુસેવામાં ધૃણા તો ન જ હોવી જોઈએ. પ્રભુ પ્રત્યે રૂચિ-રાગ-અનુરાગ જ હોવા જોઈએ. એકવાર રૂચિ ન હોય તો તે પણ પહેલી ભૂમિકામાં ચાલી જાય; પણ અરૂચિ-ધૃણા-દ્વેષ તો પહેલી ભૂમિકામાં ચલાવી નહિ શકાય. કારણ કે દ્વેષ-વૃણામાં વિમુખતા છે જ્યારે અષમાં અભિમુખતા છે. અભિમુખતા હોય ત્યાં જ સંભવનું સંભવિત થવું સંભવ છે. પહેલવહેલી આવશ્યકતા જ એ છે કે અનાદિનો આપણો આત્મા જે પ્રભુ સંભવદેવથી વિમુખ રહ્યો છે તે અભિમુખ થાય.
આપણે ત્યાં સામાયિક પારવાની અનુમતિ માંગીએ છીએ ત્યારે ગુરુદેવનો આદેશ એ જ હોય છે કે “આયારો ન મોતવ્યો!” એટલે કે આચાર અને આચાર પ્રત્યેનો આદર મૂકવા યોગ્ય નથી. આદર જ આચરણને ખેંચી લાવશે. વ્યક્તિ આવતી થાય તો જાણતી થાય તેમ જાણીતી થાય અને જાણીતી થવાથી જોડાતી જાય અને પામતી થાય.
આગળ યોગીરાજજી કહે છે કે... “ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે...” અત્રે પ્રવૃત્તિ એટલે પ્રભુસેવના છે. સંભવદેવ એટલે શ્રી સંભવનાથ જિનેશ્વર ભગવંતની સેવાપૂજાની પ્રવૃત્તિના આલંબનથી મહીં ભીતરમાં જે ભગવાન આત્મા-ચૈતન્ય પરમાત્મા બિરાજેલ છે તેનું પ્રગટીકરણ કરવાનું છે.
જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ, બની રહો તે જ સમાધિયોગ.