Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
90
પરમાત્મા બનાવવાનું છે. એ સંભવિતને અસંભવ નહિ બનાવતાં સંભવ જિનેશ્વરદેવના આલંબનથી સંભવને સંભવ કરવારૂપ છે.
ચિદાનંદ કેરી પૂજા, નિર્વિકલ્પ ઉપયોગ; આતમ-પરમાતમને અભેદે, નહિ કોઈ જડનો જોગ.
- ચંદ્રપ્રભુજિન સ્તવન.
ઉપા. માનવિજયજી મહારાજા આહાર, મૈથુન, ભય અને પરિગ્રહ એ ચાર સંજ્ઞા છે. આહાર ૨૫ થી ૫૦ મિનિટ છે. મૈથુન બે પાંચ મિનિટ છે. ભય અને પરિગ્રહ ચોવીસે કલાક છે. જો ભગવાનનો ભરોસો-વિશ્વાસ આવે તો નિર્ભય બનાય. નિર્ભય-અભય બનેલાને પછી કાલની ચિંતા રહેતી નથી તેથી તે અપરિગ્રહી કે અલ્પપરિગ્રહી હોય છે. જીવન જીવવા પૂરતું, દેહ ટકાવવા અને યોગસાધના કરવા જે અલ્પ આહાર જોઈએ તે મળી રહેશે એવી ખાત્રી હોય છે અને ભગવદ્ભાવમાં - બ્રહ્માનંદની આગળ અબ્રહ્માનંદ તુચ્છ લાગતા તે સહજ છૂટી જશે.. આવ, અભય બની અભયદાન આપી જીવન જીવનારા વિરતિધરોને પ્રતિપત્તિપૂજા હોય છે. - સાત ભય સાતમા સુપાર્શ્વનાથજીના સ્તવનની વિવેચનામાં જોઈ લેવા. ' આ ભય સાત પ્રકારના છે. ભયથી ચિત્ત, ચલચિત્ત એટલે કે ચંચળઅસ્થિર થાય છે. તેથી ચિત્ત શાંત અચલ રહી, એક ચિત્ત બની પ્રભુસેવાપૂજામાં જોડાઈ શકતું નથી. ફળરૂપે સંભવ, આદિ જિનેશ્વર ભગવંતોની જોઇએ તેવી સાચી ફળદાયી પૂજા થતી નથી અને સ્વયંના પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ સંભવિત થતું નથી. ચલચિત્ત પૂજામાં સમયની પાબંદી હોય છે અને તેથી જ “લે દેવ ચોખા અને હું તો ચાલી” જેવી
ફળ પરથી ઝાડ ઓળખાય છે, એમ કાર્યથી કારણનું મુલ્યાંકન થાય અને કારણમાં કાર્યનો ઉપયાર થાય.