Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
89
હૃદય નયન નિહાળે જગધણી
5
પરિણામ એટલે કે ભાવધારા-વિચારધારામાં જે ચંચળતા-અસ્થિરતા છે, તે જ ભય છે. વ્યક્તિ ભયભીત હોય ત્યારે આકુળવ્યાકુળ થઈ ભાગંભાગ કરે છે. મનની અને તનની ઉભયની અસ્થિરતા ભયજનિત છે. ભય હોય ત્યાં ભાગેડુ વૃત્તિ હોય એ સહુના અનુભવની વાત છે.
આત્મા એના મૂળ, શુદ્ધ, પરમાત્માવસ્થામાં પરમ સ્થિર હોય છે. અચલત્વ-સ્થિરત્વ એ આત્માનો સ્વરૂપગુણ છે. વળી જીવ માત્ર નિર્ભયતા અને સ્થિરતાનો ચાહક છે-ઈચ્છુક છે. ચંચળતા-અસ્થિરતા એ તો દોષ છે અને તે અનાત્મદશા છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી અસ્થિરતા છે. સંસારી જીવ માત્રમાં ભય, મૈથુન, પરિગ્રહ અને આહાર એ ચાર સંજ્ઞા હોય છે. આ ચાર સંજ્ઞા ઉપર વિજય મેળવવો તે જ સાધના છે અને એ જ પ્રભુસેવના છે.
પ્રભુસેવાના ભેદ-પ્રકાર જાણી લેવા જેવા છે કે તે દ્રવ્યપૂજા, ભાવપૂજા અને પ્રતિપત્તીપૂજા છે. દ્રવ્યપૂજાના બે પ્રકાર અંગપૂજા અને અગ્રપૂજા છે. અંગપૂજા પાવનકારી-પુણ્યકારીણી છે અને અગ્રપૂજા અભ્યુદયકારીણી છે. ભાવપૂજા અભેદકારીણી-મોક્ષદાયીની છે. દ્રવ્યપૂજાનું કાર્ય ભાવપૂજા છે અને ભાવપૂજાનું કાર્ય પ્રતિપત્તિપૂજા છે. પ્રતિપત્તિપૂજા એટલે પ્રભુના મનોયોગની પૂજા. જ્યારે દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ પ્રભુના કાયયોગની સ્થાપનાનિક્ષેપાથી અને નામનિક્ષેપાથી કરાતી પૂજા છે. પ્રતિપત્તિપૂજામાં પ્રભુએ જેવા શુક્લલેશ્યાના ભાવ કર્યા છે, એવા ભાવથી શુક્લધ્યાનની ધારાએ ચઢી સ્વયંના પ્રભુત્વ-પરમાત્મત્ત્વનું પ્રગટીકરણ છે. આમ પ્રતિપત્તિપૂજા એ પરાકાષ્ટાની પૂજા છે જે વિરતિધરો કરતાં હોય છે અને એનું કાર્ય જીવને શિવ એટલે કે
યોગીઓ આત્માને સાજો કરે છે અને આત્મા સાજો થયા પછી શરીર માં રહે ખરું ?