Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
87
, હૃદય નયન નિહાળે જગધણી
$
સર્વ-દ્રવ્યો એના સર્વ-ભાવ સહિત પ્રતિબિંબિત થાય-ઝીલાય-જણાય
દેખાય.
માટીમાંથી એક કુંભનું-મટકાનું સર્જન કરવું હોય તો તેમાંય કેટકેટલાં કારણો, સંયોગો, સાધનસામગ્રી, પર્યાવરણીય અનુકૂળતા હાજર હોય છે, ત્યારે તેનું નિર્માણ થાય છે! યોગ્ય-સ્વભાવવાળું, યોગ્ય-દ્રવ્ય, કર્તા પ્રતિબંધક-તત્ત્વનો અભાવ, યોગ્ય-કાળ અને સીધી કે આડકતરી રીતે મદદકર્તા કુદરતી બાબતોનો સુમેળ મળે છે ત્યારે સુનિયોજીત સુંદર નિર્માણ થાય છે.
"
એવું જ આત્માના પરમાત્મસ્વરૂપે વિકસિત થવાની બાબતમાં છે; જેમાં અનેકાનેક કારણો, સાધનો, સંયોગો અને પરિબળો ભાગ ભજવતાં હોય છે. એ વિકાસની પીઠિકારૂપ પહેલી ભૂમિકા અત્રે અભય, અદ્વેષ, અખેદ બનવાની બતાડી રહ્યાં છે.
એક જ્ઞાની પુરુષે કહ્યું છે કે
મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા સાર.
પાંચે ઈન્દ્રિયોના વિષયમાં મંદતા, સરળતાપૂર્વક પ્રભુ આજ્ઞાનુસાર તત્ત્વાર્થની સુવિચારણા અને કરુણા, કોમળતાદિ ગુણપ્રાપ્તિ એ પ્રથમ ભૂમિકા છે.
રોક્યા શબ્દાદિ વિષય સંયમ સાધના રાગ, જગત ઈષ્ટ નહીં આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય.
શબ્દરૂપાદિ વિષયોનો નિરોધ કરી સંયમી થઈ સાધના માટેના જે રાગી છે-રૂચિવાળા છે અને જેમને આત્માથી અધિક જગતની કોઈ
માગશે તેને મળશે, શોધશે તેને જડશે.