Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી ,
86.
માટે શાસ્ત્રોમાં એક સુપ્રસિદ્ધ દૃષ્ટાંત આપવામાં આવે છે. એક રાજાને ત્યાં બે ચિતારા પોતાનો કસબ દેખાડી ઈનામ લેવા આવે છે. રાજા એમને કલા દેખાડવાની તક આપે છે. જોઈતી સામગ્રી પૂરી પાડે છે. વચ્ચે પડદો રાખી બંને ચિતારા સામસામી દિવાલ ઉપર પોતાના કસબ (કરતબ)ની રજુઆત કરે છે. એક ચિતારાએ ખૂબ સુંદર ચિત્ર ચિતર્યું હોય છે. બીજા ચિતારાએ માત્ર દિવાલને ઘસી ઘસીને સપાટ, સરળ, શુદ્ધ અને ચકચકિત બનાવવાનું જ કાર્ય કર્યું હોય છે. રાજા બંનેના કાર્યનું નિરીક્ષણ કરે છે. પહેલાં ચિતારાના સુંદર ચિત્રથી પ્રસન્ન થાય છે. બીજા ચિતારાના કાર્યને જોઈને કહે છે કે ચિત્ર ક્યાં? રાજા આશ્ચર્યચકિત થાય છે કે આણે કોઈ ચિત્ર દોર્યું જ નથી અને બસ દિવાલ ઘસઘસ કરી ચકચકિત જ બનાવી છે. ચિતારો પોતાના કાર્ય ઉપર મુસ્તાક છે. રાજાને કહે છે આ વચ્ચે જે આવરણ-પડદો-અંતરપટ છે તે હઠાવો. એમ કરતાં જ સામેના ચિત્રકારનું ચિત્ર બીજા ચિત્રકારની શુદ્ધ ચકચકિત કરેલી દિવાલ ઉપર પ્રતિબિંબરૂપે ઝીલાયું. પહેલાં ચિતારાનું પ્રતિબિંબિત થયેલું ચિત્ર એવું તો જીવંત લાગતું હતું કે રાજા એ ચિત્રકાર ઉપર આફરીન થઈ ગયો. એટલું જ નહિ પણ સ્વરૂપના દર્શનનો બોધ પ્રાપ્ત થયો.
કથાનો ઉપનય એ છે કે જાતને શુદ્ધ કરવાની છે. ચિત્રામણ કરવાનું નથી. એટલે કે વિચારો ને વિકલ્પમાં અટવાવાનું નથી પણ ચિત્રામણ કર્યા વિનાના નિર્વિકલ્પ નિરીક બની રહેવાનું છે. જાતને ઘસી ઘસીને જડતા-વક્રતાને છોડીને ઋજુતા-સરળતાને નિખારવાની છે. ઉપાદાનને એવું તૈયાર કરવાનું છે કે પડદો હટતાં એટલે કે કર્મના આવરણો તૂટતાં જ નિર્મળ બનેલી પર્યાયમાં દ્રવ્યનું દ્રવ્યત્વ પ્રકાશિત થાય – સ્વરૂપ – સ્વભાવનું પ્રગટીકરણ થાય અને સૃષ્ટિ સકળના
આનંદ વાટે ઘાટે કે કોઈ હાટે વેયાતો નહિ મળે. આપણામાં રહેલા આપણા જ આનંદનું
આપણે સંવર્ધન કરીને આપણે જ આપણા વર્ધમાન થવાનું છે.