Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
ચીજની મહત્તા નથી એવા આત્મા મહાભાગ્યશાળી છે; જે બીજી ભૂમિકાના મધ્યમ-કક્ષાના પાત્ર, સાધક છે, સાધુ છે, મુનિ છે.
નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિત લોભ.
88
જેને જીજીવિષા નથી કે મરણનો ભય નથી અને લોભને જીતી લઈ પરમ સમભાવ, સમતાયોગમાં વર્તે છે, તે આ મોક્ષમાર્ગમાં આગળ વધેલા, નિકટ મોક્ષગામી એવા મહાન ઊંચી ભૂમિકાએ રહેલ મહાપાત્રમહાત્મા છે.
ભય ચંચળતા હો જે પરિણામની રે, દ્રેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે, દોષ અબોધ લિખાવ.. સંભવદેવ..૨ પાઠાંતરે ‘પ્રવૃત્તિ’નું ‘પ્રવર્તે’ અને ‘લિખાવ’ના સ્થાને ‘લખાવ’, ‘લખાવિ’ છે.
શબ્દાર્થ : પરિણામ એટલે કે વિચારોની અસ્થિરતા-ચંચળતા તે ભય, તત્ત્વ પ્રતિ અરુચિ એટલે કે ઘૃણાનો ભાવ હોવો તે દ્વેષ અને પ્રવૃત્તિ કરતાં આવતો કંટાળો અને અનુભવાતી થકાવટ તે ખેદ એવા ત્રણે ભય, દ્વેષ અને ખેદ એ અબોધ એટલે કે અજ્ઞાનના કારણે નિપજતા દોષ છે, એમ લિખાવ એટલે ગણાવ-સમજું. અથવા આ ત્રણે દોષ એ અજ્ઞાનીનું લિખાવ-લખાવ એટલે લક્ષણ સમજવું.
લક્ષ્યાર્થ-વિવેચન : સ્તવનની પ્રથમ ગાથામાં અભય, દ્વેષ, અખેદ એ ત્રણને પ્રભુની સેવાના સેવનકારણરૂપ ગુણ ગણાવ્યા. હવે આ બીજી ગાથામાં એ સેવનના કારણરૂપ પાયાના પ્રાથમિક મૂળભૂત જે ગુણો છે, તે ગુણો નહિ હોય અને એના પ્રતિપક્ષી અવગુણ એટલે કે દોષ હોય તો શું થાય? એ જણાવી રહ્યાં છે.
સાધક ધ્રુવને છોડી અધ્રુવ ભણી શું કરવા દોટ મૂકે ?