Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
પરમાત્મ-સ્વરૂપની પૂજના-ભજના પણ પૂજા છે. પરમાત્મપૂજાના આલંબનથી સ્વયંના પરમાત્મ-સ્વરૂપનું પ્રગટીકરણ કરવાનું છે. તેથી તો પદ્મવિજયજીએ ગાયું...
જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ સમય પ્રભુ પાળજો,
જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ
84
કહ્યુ છે...
જિનપદ નિજપદ એક હૈ, ભેદ-ભાવ કછુ નાહી; લક્ષ થવાને કારણે કહ્યા શાસ્ત્ર સુખદાઈ.
કબીરજી પણ ગાય છે...
તૂ તૂં કરતા તેં ભયા તુઝમેં રહા સમાય, તુઝ માહીં મન મિલિ રહા અબ કહું અનતન જાય.. હે. ભવ્યાત્મા ! તારું દેવપણું એટલે દેવત-દેવત્વ-દિવ્યતાપરમાત્મત્વ, તારામાં જ અપ્રગટપણે, સત્તાગત ભંડારાયેલું પડ્યું છે. તેથી જાણે કવિરાજ કહે છે કે હે દેવ થવાને સંભવેલો સહુથી પહેલાં તો તું તારા જ દૈવત્વની ઓળખ કરી લઈને એની જ ભજના-સેવના કર ! પુરુષાર્થ કરીને સંભવને સંભવ બનાવ ! જીવ ધારે તો એના પોતામાં રહેલ શિવત્વને પ્રયત્ન કરી પ્રગટ કરી શકે છે. સંભવિત છે પણ જીવ પ્રયત્ન કરે તો જ એ સંભવિત; સંભવિત થાય. એ સેવનને માટેની પહેલી ભૂમિકા-પીઠિકા એ છે કે અભય, અદ્વેષ, અખેદ ગુણ કેળવવારૂપ ઉપાદાનને તૈયાર કરવાથી સ્વયંના પરમાત્મત્વની ઓળખ કરી શકાય છે.
સિદ્ધત્વના કાર્યરૂપે જે ઉપાદાન પરિણમી શકે તેવા પોતામાં
વિશ્વમાં કોઇપણ કાર્ય એવું નથી કે ઉપાદાન અને નિમિત્ત એ ઉભય કારણ સિવાય ઘટમાન થતું હોય.