Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
82
જેમ-દર્પણમાં આપણું પ્રતિબિંબ નિહાળીને આપણા ચહેરા ઉપર રહેલ ડાઘાઓને દૂર કરી ચહેરો નિખારવાનું એટલે કે સ્વચ્છ કરવાનું કામ કરીએ છીએ, એ જ પ્રમાણે પ્રભુપ્રતિમામાં આપણા શુદ્ધસ્વરૂપના દર્શન કરવાના છે. સ્વયંના પરમાત્મસ્વરૂપ ઉપરની અશુદ્ધિઓને નિહાળીને, તેની પીડા અનુભવવાની છે અને અશુદ્ધિ તથા આવરણને હટાવવાનો પુરુષાર્થ કરવાનો છે. હૃદયસ્થાને દર્પણ રાખી, પરમાત્મ પ્રતિબિંબને ઝીલી, પરમાત્માનું હૃદયસિંહાસનું સ્થાપન કરવાનું છે. એ આદર્શરૂપ નિષ્કલંકીમાં સ્વયંના કલંકને દેખી, સ્વયં નિષ્કલંક બની, એ પરમાત્મા જેવા ચિદાદર્શ બની સકલ સૃષ્ટિને પોતામાં પ્રતિબિંબિત કરી, ચિદાદિત્યરૂપે પ્રકાશીને, ચિદાકાશરૂપે વ્યાપક બનીને સ્વયંના ચિદાનંદમાં રમમાણ થવાનું છે. પૂ. ઉપાધ્યાયજી ઉદયરત્નવિજયજીના શાંતિનાથજીના સ્તવનમાં પ્રભુની પ્રભુતા-નિષ્કલંકતાની સામે સંસારી જીવની લઘુતા-કલંકિતતાને વર્ણવી છે કે..
હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમરસનો દરિયો;
તો અજ્ઞાને આવરિયો, તું તો કેવલકમલા વરિયો... સુણો શાંતિજિણંદ સોભાગી.
પ્રકૃતિને-સ્વભાવને સમજીએ તો વિકૃતિ-વિભાવ સમજાઈ જાય એમ છે. .
દર્પણપૂજાનો દુહો પણ આજ પ્રકારની વાત કહે છે...
“પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાળ; આત્મદર્પણથી જુએ, દર્શન હોય તત્કાળ.”
પ્રભુ ! જેવો તું છે તેવો જ હું છું ! તારું સ્વરૂપ પ્રગટ છે. મારું
એકલા ઉપાદાનથી કાર્યસિદ્ધિ નથી તેમ કેવળ એકલા નિમિત્તથી પણ કાર્યસિદ્ધિ નથી. એ તો ઉપાદાના અને નિમિત્ત પોતપોતાની કક્ષામાં સમાનભાવે જ્યારે ભેગા થાય ત્યારે જ કોઈપણ કાર્યની સિદ્ધિ થાય છે.