Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
83
હૃદય નયન નિહાળે જગધણી
સ્વરૂપ પ્રકૃતિના દોષોએ કરીને અશુદ્ધ થઈ ગયું છે, આવરાઈ-ઢંકાઈ ગયું છે. પ્રભુ પ્રતિમામાં ઉપયોગ-અવિનાશીતા અને પ્રદેશ-સ્થિરત્વના દર્શન થવા જોઈએ. પરમાત્મા અભય છે એટલે કે ચંચળતા રહિત અચલ, અડગ, સ્થિર છે. પરમાત્મા અદ્વેષ છે એટલે કે વીતરાગ છે, કારણ કે દ્વેષના મૂળમાં રાગ છે. રાગનું જ્યાં પોષણ નથી થતું ત્યાં જ ઢેષ પ્રગટે છે. માટે જે અદ્વેષ છે તે વીતરાગ છે. વળી જે અખેદ છે તે પ્રસન્ન છે. આમ પરમાત્મામાં રહેલ સ્થિરતા, વીતરાગતા, પ્રસન્નતાનો વિચાર કરીને, સ્વયંની અસ્થિરતા-ચંચળતા-ભયભીતતા, રાગ-દ્વેષયુક્ત દશા, વાત વાતમાં આવી જતો કંટાળો, અપ્રસન્નતા અને તેથી લાગતા થાકને અને થતાં ખેદને જોવાના ને જાણવાના છે. પછી એ સર્વને, સહુ પ્રથમ અથવા તો મુખ્યપણે (ધૂરો સંભવદેવની સેવના-ભજન-પૂજના-પ્રાર્થના કરીને દૂર કરવાની ભૂમિકા માંડવાની છે. ''
યોગીરાજજી જણાવે છે કે છૂટવા ઈચ્છનારે જ છૂટવા સજ્જ થવું પડતું હોય છે. તેમ થવા માટે એને હું બંધનમાં છું અને એ બંધનનું મને દુઃખ-પીડા છે, એવું ભાન થવું જોઈશે. આંપણું ઉપાદાન આપણે તૈયાર કરવું તે જ ધર્મ છે. આપણામાં રહેલ પ્રકૃતિ-કર્મના દોષોને કારણે શરીર ધારણ કરવું પડ્યું છે અને મન-વચન-કાયાના યોગની સાથે-સાથે મનબુદ્ધિ-ચિત્ત-અહંકાર પણ ઊભા થયા છે. એના કારણે જ આત્માનું જ્ઞાન આવરાઈ-ઢંકાઈ ગયું છે અને આત્મા અજ્ઞાની-અલ્પ જ્ઞાની થયો છે. પરિણામે એ આનંદથી વિખૂટું પડી ગયું છે, તેથી જ્ઞાન બધે પોતાના આનંદસ્વરૂપ – સુખસ્વરૂપને જ ખોળ્યા કરે છે. પોતાનું જે પોતાપણું ખોવાઈ ગયું છે તેને એ શોધ્યા કરે છે.
પ્રભુની પૂજા એ જેમ પ્રભુપૂજા છે એમ તે સ્વયંના શુદ્ધ વિશુદ્ધ
સાધ્યનો નિર્ણય, તેનું નામ નિશ્ચય અને સાધ્યની સિદ્ધિ માટે
સુયોગ્ય સાધનોમાં પ્રવૃત્તિ, તેનું નામ વ્યવહાર