Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
77
હૃદય નયન નિહાળે જગધણી
5
આ વિષયમાં યોગીરાજજીનું કહેવાનું તાત્પર્ય એ જણાય છે કે જીવની જેવી જેવી કાળલબ્ધિ હોય તેવા પ્રકારના જ નિમિત્તો એટલે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંયોગો જીવને ભવસાગર તરવા માટે મળે છે. શાલિભદ્ર, મેઘકુમાર, ધનાજી, કાકંદીના ધન્ના, વિગેરેની કાળલબ્ધિનો પરિપાક ઉત્કૃષ્ટપણે થયેલો તેથી તેમને પ્રકૃષ્ટ જ્ઞાનવાળા વીરપ્રભુનો યોગ સાંપડ્યો. સ્વયં ભગવાન દ્વારા તેઓને ઉત્કૃષ્ટ જ્ઞાન મળ્યું અર્થાત્ 'નિર્વાસનિક બોધ મળ્યો. તેના આલંબને તેઓએ ઉત્કૃષ્ટ આત્મવીર્ય ફોરવ્યું અને કર્મના આવરણોને તોડી નાખ્યાં. પણ પ્રભુ ! અમારે તો દિવ્યચક્ષુવાળા પરમાત્મા કેવળીભગવંતો, ગણધર ભગવંતો, શ્રુતકેવળી ભગવંતોનો વિરહ પડ્યો છે. અમારે તો તરતમ-બોધવાળા ગુરુઓ અને તેના દ્વારા તરતમ વાસનાઓથી વાસિતબોધ એ જ એક માત્ર આધાર આ વિષમ વર્તમાનકાળમાં આ ભરતક્ષેત્રે છે. છતાં પણ અમે એના આધારે આપના વિશુદ્ધ મોક્ષમાર્ગને પામવાનો પ્રયત્ન કરતાં જ રહીશું. હૃદયની પ્રામાણિકતા અને તારી કરુણાથી ભીતરની આપસુઝથી(આત્મસુઝથી) તારો માર્ગ સમજવા મથશું તો એક સમય અમારો પણ એવો આવશે કે અમારી પણ કાળલબ્ધિ પાકી જશે. અમને પણ ઉત્કૃષ્ટ જ્ઞાનીપુરુષનો ભેટો થશે, જેના દ્વારા અવાસિતનિર્વાસનિક સીધેસીધો આત્મબોધ મળશે અને અમારું આત્મકલ્યાણ થશે.
વર્તમાનકાળે જે ટાંચા સાધન મળ્યાં છે, વાસિત બોધવાળા છતાંય જે તારા ચાહક અને વાહક એવા ગુરુ મળ્યાં છે તેમાં પ્રમાદી નહિ બનતાં, નિરાશ અને હતાશ થયા વિના અમે પણ આપના ચીંધેલા સાચા રાહને પકડીને વહેલાં-મોડાં કલ્યાણ સાધશું જ ! એ જ આશાને અવલંબીને આ સેવક અત્યારે તો કાળલબ્ધિને પામવાના લક્ષપૂર્વક કાળ નિર્ગમન કરી રહ્યો છે. આનંદઘન સ્વરૂપ આત્માને પામવાનો-આંબવાનો આ જ સમ્યક્
ગુપ્તિ માંગે છે આત્મસાધના કેન્દ્રિત જીવન અને સમિતિ માંગે છે પ્રાણી માત્ર પ્રત્યે વાત્સલ્યથી ઘબકતું હૈયું. જીવ માત્ર પ્રત્યેના જીવત્વનો આદર.