Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
- શ્રી અજિતનાથજી
શ્રી અજિતનાથજી
76
76
આગળનો પંથ નિહાળશું અર્થાત્ પંથ ઉપર ચાલીશ- માર્ગને આરાધીશસ્વરૂપકર્તા બનીશ. એ આસ્થા-શ્રદ્ધા (આશ)ને અવલંબીને એના જ આધારે એ જન એટલે કે એ સાધક મુમુક્ષુ જીવે છે અર્થાત્ એની સાધના જીવંત રહે છે એમ જિનજી-જિનેશ્વર ભગવંતોએ જણાવ્યું-ફરમાવ્યું છે. યોગીરાજ આનંદઘનજીએ તો પદ-૭માં “આશા મારી આસન ધરી ઘટમેં અજપાજાપ જગાવે” અને પદ-૨૮માં “આશા ઓરનકી ક્યા કીજે, જ્ઞાન સુધારસ પીજે” ના પદગાનથી આશા જે અભિલાષા-ઈચ્છાના અર્થમાં છે, તેના અવલંબનને અવગણવા જણાવ્યું છે. જ્યારે અહીં “આશા અવલંબ” શબ્દપ્રયોગ દ્વારા આશાના અર્થમાં આસ્થા-શ્રદ્ધાઆત્મવિશ્વાસ રાખી કાળલબ્ધિ આવીને ઊભી જ રહેશે એ દૃઢનિર્ધારથી પુરુષાર્થ જારી રાખવા જણાવ્યું છે.
આનંદઘનનો મત - અભિપ્રાય એવો છે કે “ઉતાવળે આંબા પાકે નહિ.” કહેવત એવી છે કે “બાપ આંબો વાવે અને દીકરો એના ફળ મેળવે.” આંબો વાવ્યા-રોપ્યા બાદ વીસ વર્ષે ફળ આપતો થાય છે. ગર્ભ રહ્યાં પછી શિશુજન્મ, નવ મહિના વીતેથી થતો હોય છે. એમ કાળલબ્ધિ લહી આનંદઘન સ્વરૂપ-પરમાત્મસ્વરૂપ પ્રાગટ્ય માટે પણ અધ્યાત્મક્ષેત્રે શ્રદ્ધા અને સબુરીની આવશ્યકતા રહે છે. હતાશ નિરાશ થઈ “આનંદઘન મત’ – પરમાત્મપથને અંબ એટલે કે આંબવા-નિરોધવા જેવો નથી પણ શ્રદ્ધા રાખી ધીરજપૂર્વક ખંતથી જે કાળ પકવવાનો પુરુષાર્થ કરતો રહે છે તે જણ(જન)ને જિનજીએ જીવંત “જાણ્યો છે. બાકી તો સંસારમાં રઝળપાટ કરતાં મરણને જ શરણ થવાનું છે. કાળલબ્ધિ પરિપાક થવામાં આવશ્યક પુરુષાર્થને પણ જિનેશ્વર ભગવંતોએ એમનાં કેવળજ્ઞાનમાં જોયો ને જામ્યો છે.
અંતર્મુખવૃત્તિ અને અસંગપણું સાઘુતાના પ્રાણ છે. ક્રિયાકાંડ અને બાહ્યાચાર એ યાત્રિનું બહારનું ખોખું છે. ગુપ્તિ અને આંતરજાગૃતિ એના પ્રાણ છે.