Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
78
વિચાર છે. આ કુંડા અવસર્પિણીના પડતા પંચમકાળમાં પણ જિનબિંબ, જિનમંદિર, જિનાગમ અને સર્વવિરતિધરનો યોગ અને આલંબન મળ્યા છે. એ કદાચ અમારા ઉપાદાનને અનુરૂપ એક પ્રકારની કાળલબ્ધિ જ છે, જે આગળ ઉપર ક્ષાયિકતાને પ્રાયોગ્ય કાળલબ્ધિ મેળવી આપશે. એ શીઘ્રાતિશીઘ્ર મળે એવી આપ કૃપા વરસાવજો ! વધારે ઊંડાણથી સૂક્ષ્મ રીતે વિચારીએ તો યોગીવર્ય આનંદઘનજીનું કહેવાનું તાત્પર્ય, એ પણ હોઇ શકે છે કે જે કાંઇ બોધ મળ્યો છે અને મળી રહ્યો છે તે અન્ય વ્યક્તિની સ્વાનુભૂતિમાંથી પ્રગટેલી બોધવાણી છે. એટલે તે વાસી છે. એ બોધને–એ કથનને હું જ્યાં સુધી જાતે અનુભવું નહિ ત્યાં સુધી તે બોધ મને તાજગી આપનાર નથી, તેથી મારે માટે તે વાસી છે. અર્થાત્ જે બોધ - જે કથન છે તેનું સ્વયં અનુભવન ન થાય ત્યાં સુધી તે સ્વાનુભવ નથી. માટે હે પ્રભુ ! શીઘ્રાતિશીઘ્ર એવો અવસર આવે કે આપે કથન કરેલ આત્મદશાનું મને અનુભવન થાય. બોધ એ હોજનું સંગ્રહિત જલ છે જે વાસી હોય છે. જ્યારે અનુભિત એ કૂવામાંથી ફૂટતી ભૂતલની ભીતરની સરવાણીનું જલ છે.
જ્ઞાનના પ્રમાણની નહિ પણ જ્ઞાનની અસરની કિંમત મોટી છે.