Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
73
હૃદય નયન નિહાળે જગધણી
ઝરતાં વીતરાગોલથી કોઈને ડંખ ન થાય અને દુઃખ ન પહોંચે. એ સુખદ હોય ! એને સાંભળવા આવનાર જૈન જૈનેતર બધાંય આનંદથી સાંભળે, આનંદને પામે, આનંદના માર્ગે ચાલે અને આનંદસ્વરૂપ આનંદઘનને પામે ! બોલે એનું ય કલ્યાણ અને સાંભળે તેનું પણ કલ્યાણ !!!
આવા નિરનિરાળા તરતમ બોધથી તરતમ વાસના એટલે કે નિરનિરાળા તરતમ ઓછાવત્તા સંસ્કાર હોય છે. એવા એ તરતમ બોધનો જ આધાર આ કલિકાલમાં લઈ એના ટેક-ટેકે શ્રદ્ધા અને સબુરી-ધીરજ રાખી પ્રગતિના વિકાસપંથે સંચરવાનું રહે છે. ' .
મારી ચીજ - મારું શુદ્ધ આત્મદ્રવ્ય-જીવદળ મારી પાસે જ છે. દ્રવ્યથી પરિપૂર્ણતા છે પણ પર્યાયથી અપૂર્ણતા છે. દ્રવ્ય સ્વ છે. એને કોઈ લઈ જઈ શકે એમ છે નહિ અને પર્યાય ક્રમભાવી હોવા છતાં એ દ્રવ્યથી જુદી પડતી નથી. શ્રદ્ધા રાખી ધીરજથી પુરુષાર્થ કરતાં રહેવાથી દ્રવ્યની પરિપૂર્ણતા પર્યાયમાં પરિણમિત કરી શકાય છે. દ્રવ્યદૃષ્ટિ રાખી પર્યાય-વિશુદ્ધિ કરતાં રહેવાનું છે. ભલે મોક્ષ આજે નથી પણ અખંડ સળંગ ને સરળ ચૌદ ગુણસ્થાનકનો મોક્ષમાર્ગ તો આજે પણ છે. તો તે મુક્તિપથ ઉપર ડગ માંડતા રહી સમ્ય દર્શનથી શરૂઆત કરી
જ્યાં સુધી ચાલી શકાય ત્યાં સુધી ચાલતા રહીને જેટલે સુધી પહોંચાય તેટલે સુધી પહોંચવાનું છે. મોક્ષના લક્ષે મુક્તિપથ ઉપર પ્રયાણ જારી રાખવાનું છે. કલ્યાણકારી માર્ગે પ્રસ્થાન કરતાં રહેનારનું મોડું-વહેલું કલ્યાણ થયા વગર રહેતું નથી.
ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે. ખંડિયેર તો પણ મહેલનું છે. વૈભાવિકદશા છે પણ તે સ્વભાવની છે. વિરૂપ છે પણ તે સ્વરૂપનું
ધ્યાનાદિ સાધનાનો સમય એ પરમાત્મા સાથેની એપોઈન્ટમેન્ટ છે જે વિસરાવીં કે ચૂકવી ન જોઈએ.