Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
71
ના હૃદય નયન નિહાળે જગધણી
એવો આગ્રહ નહિ હોય તો તે સંપ્રદાયમાં રહેવા છતાં વીતરાગ-શાસનનો અનુયાયી છે. એનો મોક્ષ થઈ શકે છે. વિચારવંતે વિચારવાનું તો એ છે કે જો અન્ય દર્શનની નયસાપેક્ષ સત્ય માન્યતાને પણ એ એકાંતિક હોવાના કારણે મિથ્યા ગણાવતા હોઈએ તો પછી આપણાથી એકાંતિક કેમ થવાય ?
જ્યાં અશુભને છોડી શુભમાં આવવા પૂરતી જ વાતો હોય એ બધાંય રીલેટીવ વ્યવહારધર્મો છે. રીયલ, વાસ્તવિક, નૈશ્ચયિક, નક્કર ધર્મ તો એ કહેવાય કે જેમાં શુદ્ધ આત્મધર્મનું પ્રદાન હોય અને બધાંય આગ્રહોથી મુક્તિ હોય. બંધનમાં તો છીએ જ! બંધનથી તો મુક્ત થવું છે અને પાછા બંધનમાં જાતે જઈને કેમ બંધાઈએ?
ચામડાની આંખો જે સ્થૂળરૂપી છે, તે સૂક્ષ્મ-અરૂપી એવા આત્માને જોવા સમર્થ નથી. આગળ જોયું એ પ્રમાણે આંખને જોવાની મર્યાદા છે. તેની દૃષ્ટિ સાવ સાંકડી છે અને આત્માની જ્યોત અસીમ-અમાપ-બેહદ છે. કરોડો સૂર્ય-ચંદ્રના પ્રકાશ કરતાં પણ અધિક પ્રકાશક-શક્તિ આત્મામાં છે. એની શોધ માટે આત્મામાં દિવ્યતાની પ્રાપ્તિ માટેનો દિવ્યવિચાર પ્રગટવો જોઈએ. એ દિવ્યવિચાર પ્રગટ્યા પછી જ, આત્મતત્ત્વની રૂચિ થયા પછી જ અંદરમાં તત્ત્વશોધ-સત્યશોધની તાલાવેલી જાગે. ભાવના નિખાલસ હોય અને અનુભવજ્ઞાની ગુરુનો જોગ થાય તો કુંડલિની જાગૃતિ અને આંતરચક્ષુ-દિવ્યનયન એ બેઉ વાના પ્રભુકૃપાથી પ્રાપ્ત થઈ શકે છે. યોગ્ય જ્ઞાન ગુરુનો મેળાપ ન થાય તો પણ મારો આત્મા મારા દેહ-ઘરથી બહાર નથી, એમ દઢતાપૂર્વક અંતરધ્યાન દ્વારા નિજ આત્માની શોધમાં લાગી જવું જોઈએ. આવી આત્માની સચ્ચાઈપૂર્વકની લગનતાના તપોબળથી અને સ્વયં આત્માની શક્તિથી કુદરતી રીતે માર્ગ આપોઆપ
તું તારામાં ઠર ! તો તને ભાન થશે કે તું જ ભગવાન છે!
Be Still and Feel that I am 'God'!