Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
70
આજે ક્યાંય મળતો જણાતો નથી. વાસિત બોધ પણ બે પ્રકારનો છે. એક તો જો પરોપકાર માટેની વાસના હોય તો તે સારી છે પણ જો તે બીજા પ્રકારની સ્વાર્થની બદબૂથી ગંધાતી વાસના હોય તો તે ખરાબ છે.
મોક્ષ પામવા મુમુક્ષુને આત્મધર્મની જરૂર છે. એ માટે સંસાર ત્યાગ કરી સાધુવેશ સ્વીકારવા છતાં સાધનાને અનુરૂપ જીવન જો નહિ જીવાય તો તે અનુકૂળ સાધન માત્રથી કાંઈ મોક્ષ નહિ થાય. બાકી સંસાર અને ગૃહસ્થજીવન એ તો સાધનાને પ્રતિકૂળ વાતાવરણ છે કે જે વાતાવરણમાં સાધના કરવી અને મોક્ષ પામવો કઠિન છે. છતાંય જેને ભીતરમાં જાગૃતિ વર્તે છે, તે જાગૃત ઉપાદાનવાળી વ્યક્તિ તો ગમે ત્યાં અને ગમે તે વેશમાં હોય એ આત્મધર્મ પામી શકે છે અને ભવનિસ્તાર કરી શકે છે. મૂળ વાત સંસારભાવ-દેહભાવ-મોહભાવ નીકળી જાય અને આત્મભાવમાં રહેવાય એ જરૂરી છે. મમત્વ જવું જોઈએ અને સમત્વ આવવું જોઈએ, તે અગત્યનું છે.
હાસ્ય એ વિકૃતિ છે. પ્રસન્નતા એ પ્રકૃતિ છે.
વીતરાગ ધર્મથી મોક્ષ મળે. વીતરાગદશામાં મોક્ષ મળે.
જેને પોતાના વાડાનું, ગચ્છનું, સંપ્રદાયનું મમત્વ છે ત્યાં આંશિક ધર્મ છે. એ પણ રીલેટીવ-વ્યવહારિક ધર્મ છે પણ રીયલ-નૈશ્ચયિક ધર્મ નથી. જ્યાં પક્ષ છે ત્યાં મોક્ષ નથી. કારણ કે પક્ષ છે ત્યાં રાગ છે, વિકલ્પ છે અને એકાંતિકતા છે. અનેકાંતતા વિના આત્યંતિકતા નહિ આવે ! ગચ્છ, સંપ્રદાય એ વ્યવસ્થા છે. એમાં રહેવાનો વાંધો નથી. ગચ્છમાં, સંપ્રદાયમાં રહેતો હોય પણ જો તેનો આગ્રહ ન હોય, એકાંત ન હોય, ગુણગ્રાહી દષ્ટિ હોય, પોતાની માન્યતા મુજબની આચરણા જ સાચી અને અન્યની આપણાથી વિપરીત માન્યતાવાળાની આચરણા ખોટી