Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
72
હાથ લાગતો જશે. પોતાના પોતાપણાની પ્રતીતિ થવી જરૂરી છે અને પોતાનું પોતાપણું પોતે જ પોતામાંથી પોતાના પ્રયત્ને પ્રગટ કરી શકશે એવી દૃઢતાની આવશ્યકતા છે. ‘ઉતાવળે આંબા પાકે નહિ' એ ઉક્તિથી ધીરજ રાખી ધૂન લગાવી ખંતપૂર્વક મંડ્યા રહેવાનું છે.
આત્માનેં જે દિવ્યનયનનો એટલે કે દિવ્ય આત્મજ્ઞાનીનો વિરહ પડ્યો છે તે આત્મશક્તિના પ્રભાવથી પ્રાપ્ત થશે. દિવ્યજ્ઞાનીનો ભેટો થતાં અથવા તો આવરણ હઠી જઈ શુદ્ધિ થતાં સત્તાગત રહેલ જ્ઞાનનો સ્વયં ઉઘાડ થશે.
રીયલ-શુદ્ધ આત્મતત્ત્વ જ્યારે અનુભૂતિમાં આવે છે ત્યારપછી તે સ્વાનુભૂતિ સંપન્ન સાધકને રીલેટીવ સંબંધી કોઈ પણ આગ્રહ રહેતો નથી. એવા મુમુક્ષુને સાચનો સ્વીકાર હોય છે પણ તેની દૃષ્ટિએ જે ખોટું હોય છે તેનું પ્રાયઃ ખંડન હોતું નથી. કારણ કે તે સ્યાદ્વાદ શૈલિએ . સમજે છે કે પ્રત્યેક પોતપોતાના દૃષ્ટિકોણ-View Point થી બોલે છે. કેન્દ્ર-centre માં રહીને તો એક માત્ર જ્ઞાનીપુરુષ જ બોલે અને એ જ્ઞાનીપુરુષ પાછા સમજે છે કે જે પોતાના વ્યુ પોઈન્ટથી બોલે તેને આપણે ખોટું શા માટે કહેવું ? આપણે આપણા આત્મધર્મમાં રહેવું અને એને આપણો આત્મધર્મ સમજાવવો. જેથી એ પણ સેન્ટરમાં આવતાં માધ્યસ્થ થતાં એને બધું જ સમજાઈ જશે. સાચી સમજણ આવતાં જણવાનું અને જાણવા જવાનું શમી જશે. પછી શમાવાનું રહેશે અને દેખવા જાણવા ગયા વગર દેખાવાનું ને જણાવાનું ચાલુ થશે. વીતરાગધર્મ એટલે વાદવિવાદ રહિતનો, મતભેદ, મનભેદ વિનાનો આત્મધર્મપ્રેમધર્મ–અનેકાન્તમાર્ગ-સ્યાદ્વાદદર્શન ! વીતરાગવાણી, નિરહંકારી સ્યાદ્વાદ-વાણી હોય ! એ જે બોલે તે ન્યાલ થાય ! વીતરાગવાણીમાંથી
વિજ્ઞાનીનું જગતદર્શન બૌદ્ધિક સ્તરે, અનુભૂતિસંપન્ન વ્યક્તિના દર્શન જેવું હોવા છતાં વિજ્ઞાનીને એનો અનુભવ નથી હોતો.