Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
67
હૃદય નયન નિહાળે જગધણી
卐
વિરહ પડ્યો છે. એટલું જ નહિ પણ પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધબોધિતનો પણ યોગ નથી અને પ્રબુદ્ધોનો પણ જોગ થતો નથી કે જેઓ આપણને દિવ્યચક્ષુ આપી, માર્ગ બતાડી માર્ગે ચઢાવે. આ પડતો પંચમકાળ છે, જેમાં નાથ વિનાના અનાથ નિરાધાર છીએ. તેથી જ તો મહિવદેહક્ષેત્રે પુખ્ખલવઇ વિજયમાં વિહરમાન ભાવ જિનેશ્વર ભગવંતશ્રી સીમંધરસ્વામીને યાદ કરી દુઃખ વ્યક્ત કરીએ છીએ....
“રંક તણી પરે રડવડ્યો, નિરધણિયો નિરધાર; શ્રી સીમંધર સાહિબા, તુમ વિણ ઈણ સંસાર.’
ભગવાનના વિરહકાળના આવા સંયોગોમાં પણ પંથડો નિહાળવો છે. મોક્ષમાર્ગ જોવો જાણવો ને આરાધવો છે. ભગવાનની ગેરહાજરીમાં મુશ્કેલી ઘણી બધી છે. સ્થૂલ ચર્મચક્ષુથી એટલે કે સ્થૂલટષ્ટિથી જોવા જતાં ભૂલા પડી જવાય એમ છે. પુરુષ પરંપરાએ ચાલવા જતાં અંધ પાછળ અંધ બની દોરવાઈ જઈને અથડાવા કૂટાવા જેવું થાય છે. શાસ્ત્રચક્ષુએ નિહાળવા જતા શાસ્ત્રસંમત સુવિહિત ચારિત્રપાલનાના દેશ-કાળ, સંયોગો જણાતા નથી. તર્કવિચારે વિચારવા જતાં વસ્તુતત્ત્વ તો હાથ લાગતું નથી પણ ઊલટું તકરારમાં પડી જવાય છે. વસ્તુતત્ત્વને વસ્તુતત્ત્વરૂપે યથાર્થ કહેનારા, ઓળખાવનારા, વિરલા ખલક આખામાં ખોળ્યાં જડતાં નથી.
તો હવે આવી નિરાધાર લાચાર પરિસ્થિતિમાં કરવું શું? શું અમારે માર્ગ નિરીક્ષણ, માર્ગ પરીક્ષણ, માર્ગ વિચરણ, માર્ગ આરાધન છોડી દેવું? સમાધાનમાં યોગીરાજજી કહે છે....
“તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. કવિશ્રી કહે છે કે ભલે ભગવાન નથી, પહેલું સંઘયણ નથી, ચોથા
વ્યક્તિના ગુણગાન ગાવા કરતાં વ્યક્તિના મતના સ્વીકારની અગત્યતા છે. વીતરાગના શાસનમાં ક્યારેય વ્યક્તિના બંધનમાં ન આવવું.