Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
65
હૃદય નયન નિહાળે જગધણી
5
“અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.’’
આ અહંકારની પૃષ્ઠ ભૂમિકાની કડી છે. સાચી વસ્તુને તે રૂપે સ્વીકારતા અહંકારી, દંભી માણસની જીભ ઝલાઈ જાય છે.
સાધુના આચારની વાત કરવી હોય ત્યારે શાસ્ત્રોક્ત સાધ્વાચાર પ્રમાણે કહેવું પડે કે નિત્ય એકાસણ કરવું જોઈએ. ‘‘T માં ચ મોયળ’’નું વિધાન દશવૈકાલિક સૂત્રમાં છે. પરંતુ આ કથન કરતાં એમ વિચારીને હિચકચાય કે લોકો મને પૂછશે કે તમે કેમ એકાસણ કરતાં નથી? ત્યારે બચાવ કરે કે એ વચન તો સશક્ત માટે છે. અશક્ત માટે નવકારશી પણ કહી છે. તો આ શું થયું? અભિમત વસ્તુને અભિમતરૂપે કહેતાં જીભ અચકાઈ ગઈ. સ્વબચાવ માટે શાસ્ત્રમંક્તિનું આવું મનઘડંત અર્થઘટન ન કરાય. આ શુદ્ધ પ્રરૂપણ કર્યું ન કહેવાય. આવે પ્રસંગે તો આવો સ્વબચાવ નહિ કરતાં નિખાલસ ભાવે પોતાની નબળાઈનો ગદગદ હૈયે એકરાર જ કરવાનો હોય. હા! કોઈ જ્યારે વ્યક્તિગત અનેક વાર વાપરનારની નિંદા
બદબોઈ કરે ત્યારે એ વ્યક્તિનો બચાવ કરવામાં આવે તો તે વાત જુદી છે. પોતા માટે તો પોતાની નબળાઈ સ્વીકારવામાં પ્રામાણિક રહેવું જોઈએ. પદ્મવિજયજી નવપદ પૂજામાં પણ કહે છે...
“શુદ્ધ પ્રરૂપણ ગુણ થકી જે જિનવર સમ ભાખ્યા રે...’’
પ્રભુનો માર્ગ અનેકવાર મળ્યો પણ દૃષ્ટિરાગ, કદાગ્રહથી નિષ્ફળ ગયો.
સાધનામાર્ગમાં સાધકો અરસપરસ મળે ત્યારે એકમેકની સાધનાની અનુભૂતિની આપ-લેનો સંવાદ સધાય જે એકમેકને ઉપર ચઢાવે. એ સાધકો વાદમાં (નીચે) નહિ ઉતરે.
ચૂક્યા ત્યાં પડયા ! સાવઘ તે સાઘક !