Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
66
વસ્તુતત્વની સિદ્ધિ કરવી તે મોક્ષમાર્ગ નથી પરંતુ આત્માની સિદ્ધિ કરી સિદ્ધાત્મા, પરમાત્મા થવું તે મોક્ષમાર્ગ છે.
વસ્તુવિચારે રે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગેરે તરતમ વાસનારે, વાસિત બોધ આધાર.. પંથડો..૫
પાઠાંતરે દિવ્યની જંગાએ દેવ, જોગેની જગાએ યોગ અને આધારની જગાએ આચાર છે.
શબ્દાર્થ : વસ્તુતત્ત્વની વિચારણા માટે દિવ્યનયન એટલે કે પ્રત્યક્ષ જ્ઞાની એવા કેવળજ્ઞાની ભગવંતો, તીર્થકર ભગવંતો, ગણધર ભગવંતો, શ્રુતકેવળી ભગવંતો, પૂર્વધર મહર્ષિઓ, આગમજ્ઞ શ્રુતજ્ઞોનો નક્કી વિરહ પડ્યો છે. તેથી જ વર્તમાનમાં ઓછાવત્તા સાધનો અને ઓછાવત્તા ક્ષયોપશમવાળા જ્ઞાનીઓના કારણે ઓછાવત્તા સંસ્કારની ગંધવાળો, જે આછાપાતળા સહુ-સહુના વ્યક્તિગત ક્ષયોપશમના આધારે તરતમતાવાળો જે બોધ મળે છે તે જ એક માત્ર જ્ઞાનપ્રાપ્તિનો તથા મોક્ષમાર્ગ નિહાળવા માટેનો આધાર છે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ વર્તમાનની એ દુર્ભાગ્યપૂર્ણ નક્કર વાસ્તવિકતા છે કે વસ્તુતત્ત્વની સાચી વિચારણા કરાવી સત્તત્ત્વને પમાડે એવા દિવ્યનયનોનો વિરહ પડ્યો છે. દિવ્યનયનો જેની પાસે છે તેવા અવધિજ્ઞાની, મન પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની જે આત્માની આંખે જોઈ શકનારા પ્રત્યક્ષજ્ઞાની છે; તેમના આધારે જ રાગરહિત નિર્વાસિત શુદ્ધ, સૂક્ષ્મ બોધ થઈ શકે છે. ચખુદયાણ, મગ્નદયાણ, સરણદયાણ, બોદિયાણ, ધમ્મદયા, ધમ્મદેસયાણ વિશેષણોથી જેને સંબોધી શકાય એવા નમસ્કાર્ય સ્વયંસંબુદ્ધ, અરિહંત, તીર્થકર ભગવંતોનો આ કાળમાં આ ભરતક્ષેત્રમાં આપણને
સાધના કરવી હોય તેણે અંતરંગ દુનિયામાં પ્રવેશ કરવો જોઈએ. બહારમાં તો જીવદયા, જયણા અને
- બ્રહ્મચર્યની નવવાડની પાલના સમવાય છે કે નહિ તેટલું જ જોવાનું હોય.