Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
55
- હૃદય નયન નિહાળે જગધણી
આગમપ્રમાણ જે ખજાનો છે તે પણ વિપુલ છે. તત્ત્વની દૃષ્ટિએ તો ચડિયાતો, ઊંચો છે પણ સાથે પ્રમાણમાં ય ખુબ વિશાળ છે.
- પ્રાયઃ બધાં જ દર્શનોની દાર્શનિક વાતો એમના એકાદા ભગવદ્ગીતા, બાઈબલ, કુરાનાદિમાં સમાઈ જતી હોય છે. જૈન દર્શનનું દાર્શનિક સાહિત્ય એટલું બધું વિશાળ છે કે તેને કોઈ એકાદ ગ્રંથ પૂરતું સીમિત કરી શકાય એમ નથી. એ તો શ્રતનો મહાસાગર છે.
બુદ્ધિ થોડી છે અને આયખું અલ્પ છે. એમાંય શાસ્ત્રાભ્યાસ માટે જ વપરાતી મતિ અને સમય તો ઘણાં જ ઓછા ને આછો છે.
સામાન્ય બુદ્ધિથી અસામાન્ય, ગહન અને અગાધ આગમશાસ્ત્રોનું પાર કેમ પમાય? એક શબ્દનો અર્થ એકથી અધિક હોય છે. વળી રે શબ્દનો પ્રયોગ ક્યારે, કેવી રીતે, કોના અનુસંધાનમાં થયો છે એ પણ લક્ષમાં લેવું પડતું હોય છે. જ્ઞાની, ગીતાર્થ-ગુરૂના માર્ગદર્શન વિના જે શબ્દનો અર્થ પણ સાચો પકડી શકાતો નથી તો પછી ભાવાર્થ, લક્ષ્યા અને ઐદંપર્થ સુધી તો કેમ પહોંચી શકાય? એટલું જ નહિ પણ જો સમ્યગ્દર્શન ન હોય તો જ્ઞાન પણ મિથ્યારૂપે પરિણમે છે.
બધાં શાસ્ત્રોની વાત બાજુએ રાખી શ્રુતકેવલી શય્યભવસૂરિજીએ પોતાના દીક્ષિત બાળપૂત્ર મુનિ મનકના આત્મકલ્યાણ માટે રચેલ દશવૈકાલિક સૂત્ર” કે જે આજે પણ સર્વ સાધુઓના સાધુજીવનનો પ્રાણ છે. તે સૂત્રને અને આગળ વધી પ્રથમ-અંગ “આચારાંગ સૂત્રને કેન્દ્રમાં રાખી વિચારણા કરીએ તો, તે શાસ્ત્રોના આધારે “ચરણ ધરણ નહી ઠાય...જેવી સ્થિતિ છે. આવું યોગીરાજ અવધૂત એવા આનંદઘનજી કહી રહ્યા છે.
દેહાધ્યાસને કારણે દેહયેષ્ટા શીખવાડવી પડતી નથી. સ્વરૂપયેષ્ટા શીખવવી પડે છે.