Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
53
હૃદય નયન નિહાળે જગધણી
新
જોઈએ અને તે માટે જ વિવાદથી સો ગાઉ દૂર રહેવું જોઈએ. જડ ચેતન મિશ્રિત દ્વૈત (એકથી વધારે) અવસ્થા છે. એ દ્વૈતમાંથી જ અદ્વૈત (એક) એવા પરમ આત્મભાવ-સ્વભાવમાં જવાનું છે. ત્યાં અદ્વૈતમાં પહોંચવા માટે જ àતે (સંસારી જીવે), દ્વૈત એવા દ્રવ્ય-ભાવ, વ્યવહાર-નિશ્ચય, અપવાદ-ઉત્સર્ગ, ક્રિયા-જ્ઞાન, પર્યાયાસ્તિકનય-દ્રવ્યાસ્તિકનયનો આશ્રય લેવાનો છે. દ્વૈત એ તો અદ્વૈતમાં પ્રવેશ કરાવનારું આંગણું છે. 'સિદ્ધ થયા પછી જડ, પુદ્ગલરહિત શુદ્ધ, મુક્ત, નિરંજન, નિરાકાર, નિરાલંબ, નિરપેક્ષ, નિરાવૃત્ત ચેતન જ છે અને પછી ત્યાં કોઈ વ્યવહાર છે જ નહિ. દેશ (ક્ષેત્ર) કાળથી પર આત્મદ્રવ્યનું નિશ્ચયાત્મક-ભાવાત્મક અદ્વૈત
અસ્તિત્વ છે.
આપણે સ્યાદ્વાદ દર્શનમાં જન્મેલા હોવાના કારણે આપણામાં અનેકાન્તવાદયુક્ત સાપેક્ષ તત્ત્વની વિચારણા હોવી જોઈએ, જેથી વાદી અને પ્રતિવાદી ઉભય પક્ષે કષાય થાય નહિ. પરંપરામાં ધર્મ માનવા જતાં સ્વ મતના અતિ આગ્રહી થઈ મતાંધ થઈ જવાય છે. તેથી અનેકાન્તવાદી મટી એકાન્તવાદી બની પોતાના મતને સાચો ઠેરવવાનો જે મમત રહે છે તેને પણ કવિવરે અત્રે ‘અંધો અંધ પુલાય’ કહી ઠપકાર્યો હોવાની સંભાવના છે. જ્ઞાનપૂજામાં પણ ગાયું છે....
“કંચન નાણુ રે લોચનવંત લહે, અંધો અંધ પુલાય રે; એકાંતવાદી રે તત્ત્વ પામે નહિ, સ્યાદ્વાદરસ સમુદાય રે. જ્ઞાનપદ ભજિયે રે, જગત સુહંકરું.''
ટૂંકમાં યોગીરાજનું કહેવાનું તાત્પર્ય એટલું જ કે જાણ્યા, સમજ્યા વગર પરંપરામાં પરંપડા કરવા સ્વરૂપ આંધળુકિયા નહિ કરો ! એ પરંપરા પણ કેવી મહાન છે અને એ આત્માને મહાત્મા ને મહાત્મામાંથી પરમાત્મા
સમજણ પછી આયરણ. વ્યવહારમાં પણ જાગરણ પછી આયરણ હોય છે.