Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
54
બનાવનારી છે; તેથી તેની સમજ મેળવી પૂરેપૂરા આદર, બહુમાનપૂર્વક પરમપદની પ્રાપ્તિના લક્ષે આરાધો અને સ્વયં આરાધ્ય-પૂજ્ય બનો !
આગળ હવે બીજો વિકલ્પ વિચારે છે...
‘વસ્તુવિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં ઠાય.’’
પરંપરાના માર્ગે દોરનારો દેખતો એટલે કે દિવ્યવિચારવાળો ન હોય તો આંધળું અનુસરણ થવાનો ભય રહે છે. યોગીરાજજી હવે એક વધુ વિકલ્પની વિચારણા કરે છે. જે કાંઈ આગમશાસ્ત્રો કે સિદ્ધાંતો મળ્યા છે, તેના આધારે વસ્તુતત્ત્વનો વિચાર કરીએ. શાસ્ત્રચક્ષુ કે આગમચક્ષુના કે આધારે મોક્ષમાર્ગની વિચારણા કરીએ તો, જે કાંઈ આચરણા શાસ્ત્રમાં બતાવી છે, તેવી નિરતિચાર આચરણા, આ વર્તમાનકાળમાં અશક્ય ભલે ન હોય પણ દુરારાધ્ય તો છે જ !
“અજાણ્યા અને આંધળા બેઉ સરખા.’’ એવી લોક વાયકા છે. જોઈ તો નથી શકતાં પણ કોઈના કહેવાથી કે કોઈક જાણકારના જણાવવા વડે જાણી તો શકાય એમ છે.
પુરુષ પરંપરાએ જાણવા જતાં તો આંધળુકિયા થવાની સંભાવના છે. જે વિશ્વસનીય શ્રદ્ધેય મહાપુરુષો છે, તેમને આપ્તપુરુષ કહેવાય છે. આપ્તપુરુષોના વચનો એટલે કે આપ્તવાણી જે શબ્દસ્થ અને ગ્રંથસ્થ થઈ છે, તેને આગમશાસ્ત્રો-સિદ્ધાંત કહેવાય છે.
વસ્તુતત્ત્વનો વિચાર હવે જો આગમશાસ્ત્રોના આધારે કરવા જઈએ છીએ તો, ‘શાસ્ત્રો ઘણા મતિ થોડલી’”ની સ્થિતિનું નિર્માણ થાય છે. શાસ્ત્રો ઘણા બધાં છે. જગતમાં જૈનો નગણ્ય મુઠ્ઠીભર જ છે, છતાં એમની પાસે દ્વાદશાંગી પ્રમાણ મૂળ જ્ઞાનમાંથી હાલમાં બચેલ ૪૫
જેને સંસારમાં ખોટ ખાતા આવડે તેને અઘ્યાત્મમાં નફો રળતા આવડે.