Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
ભેદગ્રાહી છે. એવી બુદ્ધિથી ગ્રંથિનો ભેદ થાય નહિ. મલિન-બુદ્ધિ વાદસર્જક છે. આત્મતત્ત્વને પામવા ભીતરમાંથી ફૂટતું (પ્રગટતું) નિર્મળ જ્ઞાન જોઈએ. તર્ક અને અહંની જુગલબંધી છે, જે અનંતાનંત જન્મોથી ચાલી આવે છે. બંનેની અન્યોન્ય ભાગીદારી છે. ગાંધી અને વૈદ્યના જેવું સહિયારું છે. તર્કને બચાવવા અહમ્ મેદાનમાં કૂદી પડે છે તો ક્યારેક અહમના બચાવમાં તર્ક મેદાનમાં ઉતરી આવે છે. ક્યારેક પ્રવચન ફ્લોપ (નિષ્ફળી જાય છે ત્યારે અહંના બચાવમાં તુરત જ તર્ક હાજર થઈ કહે છે કે આજે તબિયત બરાબર નહોતી. સામો માણસ રજુઆત કરાયેલી વાતને ખોટી ઠેરવવા માંગે છે ત્યારે પણ અહમ્ ઘવાય છે. તે સમયે પણ અહમના બચાવમાં તર્ક લડાવવામાં આવે છે અને શાસ્ત્રપંક્તિ શોધી કાઢી, તેને ટાંકીને વાતને સાચી ઠેરવવાના શક્ય તેટલા બધાં જ પ્રયત્નો કરવામાં આવે છે. અહંકાર તર્કને કહે છે કે આત્મા સૂતેલો અજાગૃત છે, તેને જગાડતો નહિ. એ જાગશે તો પછી તું કે હું નહિ રહીએ. * . ભક્તિ-ઉપાસનામાં તો પ્રેમનું માહભ્ય હોય છે. પક્ષાપક્ષી મતાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ અને ગજગ્રાહના સ્થાને ત્યાં સર્વમત્રીના પ્રેમગાન ગવાતા હોય છે. ભક્તકવિ તો ગાય છે...
“પ્રેમ બિના સબ શૂન્ય હૈ, જાનત નહીં જડ જીવ”
શત્રુ મિત્ર સમાન ચિત્ત, સરખું કંચન લોહ; કહે પ્રીતમ જ્ઞાની વિશે, નહીં મમતા મદ મોહ.”
સદ્દગુરુ તાર્ક જાણિએ, જાકી આકાશી રીત, સર્વ ઉપર સરખો સદા, નહીં વૈર નહીં પ્રીત.”
પ્રકૃતિને એટલેકે સ્વભાવને સમજે તો વિકૃતિ-વિભાવ સમાય જાય.