Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
59
હૃદય નયન નિહાળે જગધણી 新
પહોંચાડવાને બદલે વિવાદ, વિખવાદ અને પછી વૈમનસ્યનું સ્વરૂપ ધારણ કરે છે. પ્રત્યેક પક્ષ પોતપોતાનો અહં પોષવા અને પોતાનો જ કક્કો ખરો કરવા મથે છે. પછી સત્યશોધનની નિરાગ્રહી, સુબુદ્ધિ નહિ રહેતાં જૂઠને સાચું અને સાચાને જૂઠું ઠેરવવામાં હેઠે ઉતારી પાડનારી કુબુદ્ધિ બની જાય છે. આ વસ્તુસ્થિતિ આજના ન્યાયની અદાલતોમાં સુસ્પષ્ટ જોવા મળે છે. “હોઠ સાજા તો ઉત્તર ઝાઝા'' એ ઉક્તિથી બુદ્ધિની લડાઇનાં દાવપેચ રમાય છે. એટલે જ કહ્યું છે કે ‘“તTM અપ્રતિષ્ઠિતઃ’’ સ્વમત સમર્થનના મમતમાં ઉપશમતા પામવાને બદલે ઉત્પાત મચાવતા જણાય છે.
આત્મા એ સામાન્ય ચીજ નથી, પણ તત્ત્વથી ઘેરાયેલી રહસ્યપૂર્ણ, ગૂઢ, ગુપ્ત વસ્તુ છે. તે અનેક ભેદો વચ્ચે ગુંચવાયેલી હોવાથી તેનો તાત્કાલિક નિર્ણય કે ખુલાસો આપી શકે તેવા જ્ઞાની અને અનુભવી મહાત્માઓનો જોગ મળવો આ કાળમાં દુર્લભ છે. આગમ-અભ્યાસી મહાત્માઓ ઘણાં છે, વાદલબ્ધિવાળા પણ ઘણાં છે, તાર્કિક-શક્તિવાળા નૈયાયિકો અને વ્યાકરણશાસ્ત્રીઓ પણ ઘણાં છે પરંતુ આત્મજ્ઞાનીઓનો દુકાળ વર્તે છે. વાદ-વિવાદથી ધર્મના ખંડ-ખંડ ભાગલા પડી ગયાં. મત-મતાંતર ઊભા થયાં. આપસ-આપસમાં ઘર્ષણ, વૈમનસ્ય અને મનભેદ વધ્યાં.
નિઃશંક, નિ, નિર્વિવાદ, આત્મતત્ત્વ સુધી પહોંચવાને બદલે વાદમાં અટકી જઈ અટવાઈ ગયાં. વાદ, સંવાદ અર્થે છે, નિઃશંક તત્ત્વનિર્ણય માટે છે. તત્ત્વસમજ વિના ગ્રંથિભેદ થઈ શકતો નથી. ગ્રંથિભેદ થયા પછી તત્ત્વનિર્ણય થતાં તત્ત્વશ્રદ્ધાન દૃઢ બની જાય છે જે વાસ્તવિક સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન છે. એ વાદ જ્યારે હઠવાદમાં પરિણમે છે ત્યારે જ્ઞાનને અજ્ઞાન બનવામાં વાર નથી લાગતી. બુદ્ધિ પોતે જ
જ્ઞાનત્વનો અભાવ એ અજ્ઞાન નહિ પણ જ્ઞાનની વિકૃતિ તે અજ્ઞાન છે.