Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
62
તલ પીલનારો બળદ ગતિ કરવા છતા તેનો અંત નથી આવતો તેમ અનિશ્ચિત વાદ-પ્રતિવાદને કરતાં વાદીઓ તત્ત્વના અંતને પામતા નથી.
એ વાદવિવાદ, પરિઘ ઉપરની, અંતહીન, થકવી નાખનારી ચક્રગતિ જ બની રહે છે. કેન્દ્રગામી વિચારણા નહિ હોવાથી કેન્દ્ર એવા ગંતવ્યસ્થાન તરફ પ્રયાણ થતું જ નથી.
પૂર્વના કાળમાં જ્યારે ધર્મ રાજ્યાંશ્રિત હતો અને વાદ વિવાદનું જ વાતાવરણ સર્વત્ર છવાયેલું હતું ત્યારે જૈનાચાર્યો સામે ચઢીને વાદ કરવા ક્યારેય ગયા નથી. વાદ કરવાની ફરજ પાડવામાં આવી છે ત્યારે પણ બહુલતાએ ખંડન કર્યા વિના સ્વમતનું મંડાણ કર્યું છે. એનું જ્વલંત ઉદાહરણ રોહગુપ્તનું છે અને બીજું દૃષ્ટાંત છે સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીના ગુરુ વૃદ્ધ-વાદીદેવસૂરિ. એવું જ ત્રીજું દૃષ્ટાંત શ્વેતાંબરાચાર્ય વાદીદેવસૂરિ અને દિગમ્બરાચાર્ય કુમુદચંદ્રસુરિનું છે.
સ્યાદ્વાદ શૈલિને સમજેલો સત્યશોધક, સાધક, સત્યનો ખોજી હોય પણ સત્યનો આગ્રહી ન હોય. કદાચ સત્યનો આગ્રહ રખાય તો તે ભાવ સત્યનો રખાય પણ દ્રવ્ય સત્યનો નહિ. ભાવ સત્યનો આગ્રહ પણ પોતાના માટે રખાય; બીજાને માટે નહિ. બીજાને તો વસ્તુ-સત્ય સમજાવવાનો જ પ્રયત્ન કરાય. એ કોઈ સાથે કદી વાદ-વિવાદમાં પડે નિહ. જો કોઈ સામો પૂછવા, સમજવા કે વાદ કરવા આવ્યો હોય, તો સ્યાદ્વાદ શૈલિથી, અહંશૂન્ય થઈ વીતરાગવાણીમાં સામાની અવળી અધૂરી વાતને સવળી કરી, તેની ત્રૂટીની પૂર્તિ કરી, સમાધાન કરી આપે પણ કોઈને ખોટો છે, એમ ક્યારેય નહિ કહે. એ જ્ઞાની, સ્યાદવાદી સમજે કે સામો સામાની ભૂમિકા મુજબ જ્યાં ઊભો છે ત્યાંથી એ જે એંગલ
બોધ મળે પણ બોધિ નહિ મળે ત્યાં સુધી પ્રગતિ નહિ થાય.