Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
61
હૃદય નયન નિહાળે જગધણી
5
“કમઠે ધરશેંદ્ર ચ, સ્વોચિત કર્મ કુર્વતિ; પ્રભુસ્તુલ્ય-મનોવૃત્તિઃ, પાર્શ્વનાથઃ શ્રિયેઽસ્તુ વઃ'’
પક્ષાપક્ષીથી પર નહિ થનારા અને વાદ-વિવાદ કરી ઝઘડનારાઓની ઠેકડી ઉડાવતા કચ્છના એક ભક્તકવિ પણ કહે છે...
“ભક્તિ તણો જેને ભેદ ના લાધ્યો રે, મેલે ઢૂંસાની પરાન; વાદ વદીને રે, કાઢે છે હડાહડી,
આ રંગ શેનો રે, બીબે બીજી ભાત પડી’’
કચ્છી કવિ કહે છે કે દાણા ઉપરના ઢૂંસા એટલે કે ફોતરામાંથી દોરડું બનાવી શકાતું નથી પરંતુ રેસામાંથી જ દોરડું બનાવી શકાય છે. જેને ભક્તિનો ભેખ લાધ્યો નથી તેવા જ વાદની હોડ બકે છે. એ કાંઈ ભક્તિનો રંગ નથી. આ તો આત્મબિંબ ઉપર પરબિંબની–પ્રતિબિંબની ભાત ઉપસાવી કાબરચીતરા બનવા જેવું થાય છે.
જે વાદમાં નિખાલસતા, નિરાગ્રહતા, નિર્બંધનતા, વિશાળતા, વીતરાગતા અને સ્યાદ્વાદતા નથી તે, વિવાદ, વિખવાદ, વૈમનસ્યમાં પરિણમે છે. એ એક પ્રકારની શાબ્દિક-વાચિક હિંસા જ છે. હિંસાથી નિર્દેદ્ર નથી થવાતું. હિંસા તો દ્વંદ્વ-યુદ્ધમાં જ પરિણમતી હોય છે. તર્કમાં તો તાણાતાણી-ખેંચાતાણી ગજગ્રાહ જ હોય છે. એ તાણાતાણીમાં તો ખેંચાઈ ખેંચાઈને તૂટી જવાતું હોય છે. તેથી જ મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજા જ્ઞાનસારમાં કહે છે...
"वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ।।''
પરક્ષેત્રે જ્ઞાન જાણે અને સ્વ ક્ષેત્રે વેદે. જ્ઞાન જાણે તે પણ પાછું અપ્રયાસ-સહજપણે જાણે, સ્વાધીનપણે જાણે, વીતરણ-અવિકારી ભાવે જાણે, અક્રમથી પૂર્ણપણે જાણે.