Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
56
આ હુંડા અવસર્પિણીના પાંચમા આરાના પડતા કાળમાં ઉપરોક્ત આચારસૂત્રોમાં વર્ણવ્યા પ્રમાણેનો સાધ્વાચાર જીવનમાં ચરિતાર્થ કરવો અત્યંત દુષ્કર અને દુરારાધ્ય છે. ચારિત્રની એ ધરતી ઉપર એટલે કે એ ઊંચી ભૂમિકા ઉપર કોઈને સ્થાન નથી. અથવા તો એ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબના ચારિત્રધરોને અવતરણ યોગ્ય આ ધરણી નથી. અહીં કવિરાજનો કહેવાનો ભાવ એ જણાય છે કે ‘ઉચ્ચકોટિના નિરતિચાર ચારિત્ર'ને પ્રાયોગ્ય જે ચોથા આરાનો કાળ જોઈએ તે નથી.
શાસ્ત્રની ‘શ્રમણ’ અને ‘મુનિ’ની વ્યાખ્યાને અનુરૂપ ચારિત્રધરના ચરણમાં પણ સ્થાન નથી,· એવું વર્તમાનનું બકુશ-કુશીલ પ્રકારનું ચારિત્ર છે. જો બધું જ શાસ્ત્રાભ્યાસથી જ પામી જવાતું હોત તો પૂર્વધરોને ભવભ્રમણ હોત નહિ. એટલું જ નહિ પણ વર્તમાનમાં જે ચારિત્ર, જે આચરણા છે તે, એ ભૂમિકા-એ ગુણસ્થાનકને અનુરૂપ ભાવયુક્ત આચરણા-વિચારણા છે કે નહિ તે પણ મોટો પ્રશ્ન છે. ભગવાન સ્વયં તો પ્રાયઃ જે ભાવ દીક્ષિત હોય એટલે કે છઠ્ઠા ગુણઠાણાના ભાવને સ્પર્શેલા હોય અથવા તો સ્પર્શવાની સંભાવના હોય તેને જ દ્રવ્યદીક્ષા આપતાં હોય છે. ઉપમિતિમાં પણ આઠમા પ્રસ્તાવમાં ગુણધારણ રાજકુમારને ચારિત્ર લેવાના ભાવ હોવા છતાં અને ચારિત્રની માંગણી કરવા છતાં નિર્મળાચાર્ય ઉતાવળ કરવાની ના પાડે છે અને ક્ષમાદિ દશ કન્યાઓની સાથે પહેલા પાણિગ્રહણ કરવાની ભલામણ કરે છે. આ સંદર્ભમાં પણ કવિરાજનું કહેવું હોઈ શકે કે શાસ્ત્રોક્ત રીતે વસ્તુતત્ત્વને વિચારતા જો શાસ્ત્રોક્ત ભાવ અનુરૂપ ચારિત્ર નથી તો ‘ચરણ ધરણ નહીં ઠાય’
સાધુ થાય છે તે સિદ્ધપદને પામે છે. પંચ પરમેષ્ઠિના પાંચ પદોમાં પાયાનું પાંચમું પદ સાધુ ભગવંતનું છે, જેને “નમો લોએ સવ્વ સાહૂણં’’
‘હું દેહ છું !’ એ એક જ વિકલ્પ - એક દંડિયા મહેલ ઉપર સંસાર છે.