Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
‘અંધો અંધ-પુલાય’ કહે છે. અમૃત અનુષ્ઠાન ભલે ન થાય પણ હેતુ સમજીને, હાર્દ જાણીને તદ્ભુતુ અનુષ્ઠાન તો થવું જોઈએ કે નહિ? આપણે તો સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય છીએ તો પછી ક્રિયા સમ્પુર્ણિમ જેવી કેવી રીતે ચાલે?
52
ક્રિયામાં કરવાપણું ને ચાલવાપણું છે. જ્ઞાનમાં દેખણપણું ને દોરવાપણું છે. દેખનારો હોય તે જ દોરનારો હોય. તેથી જ શાસ્ત્રકારોએ ‘જ્ઞાનયિાભ્યામ્ મોક્ષ:’નું સૂત્ર આપ્યું છે. જ્ઞાન જે દેખી શકે છે અને ગંતવ્યસ્થાનના માર્ગે દોરી શકે છે, તેના વિનાની માત્ર ક્રિયા એ ઘાણીના બળદ જેવી ચક્કર મારવા જેવી ચક્રગતિ ઠરશે અને ક્રિયા વિનાનું માત્ર જ્ઞાન ફળવિહોણું-વાંઝણું ઠરશે.
-
ક્રિયા પુદ્દગલનાં માધ્યમથી થતી હોય છે તેથી ક્રિયામાં પરાધીનતા અને મર્યાદીતા હોય છે. જ્યારે જ્ઞાન એ આત્માનો ભાવસ્વભાવ છે તેથી તે સ્વાધીન અને વ્યાપક છે. મૂળ જો જ્ઞાન આત્માનું હશે તો એ આત્મતત્ત્વ માટે જ દોરશે કેલશે અને આત્મક્રિયાજ્ઞાનક્રિયા કરાવી કેવળજ્ઞાનને-પરમાત્મસ્વરૂપને પમાડશે જ! જેમ ભૂખ જ ભૂખ્યાને ભૂખતૃપ્તિ માટે પ્રયોજે છે તેમ જ્ઞાન-સમ્યજ્ઞાન જ જ્ઞાનકેવળજ્ઞાન માટે પ્રેરે છે. આ સંદર્ભમાં જ ।। પઢમં નાળ તો વા।। નું સૂત્ર છે. ક્રિયાના મૂળમાં જ્ઞાન છે, જેવી રીતે કર્મેન્દ્રિયો (હાથપગાદિ)ની કાર્યશીલતાના મૂળમાં મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. એ લક્ષમાં રાખવા જેવું છે કે જેમ ચક્ષુવાળો માણસ પણ તેજ (પ્રકાશ-અજવાળાં) વિના જોઈ શકતો નથી તેમ જીવ પણ જ્ઞાની હોવા છતાં શુદ્ધ ચારિત્ર વિના મુક્તિ પામતો નથી. આત્મશ્રેયાર્થીએ તો જ્ઞાનના સ્થાને જ્ઞાન અને ક્રિયાના સ્થાને ક્રિયા એમ બન્નેય નયને સ્વીકારીને આત્મશ્રેય સાધવું
આકાશ જો ક્ષેત્રથી વ્યાપક છે, તો આત્મા સર્વ પ્રકાશક હોવાના નાતે જ્ઞાનથી સર્વ વ્યાપક છે.