Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
50
સાધુપુરુષોને આગમ-શાસ્ત્રચક્ષુવાળા કહ્યા છે. સર્વ પ્રાણી માત્રને ચક્ષુ ઈન્દ્રિયવાળા એટલે ચર્મચક્ષુવાળા કહ્યાં છે. દેવો અવધિચક્ષુવાળા હોય છે અને સિદ્ધભગવંતો દિવ્ય ચક્ષુવાળા હોય છે. કેવળજ્ઞાનરૂપી દિવ્યચક્ષુ તો આ કાળે આ ક્ષેત્રમાં છે નહિ પરંતુ એ દિવ્યચક્ષુને આપનાર દિવ્યદૃષ્ટિ-દિવ્યનજર-સમ્યગ્દષ્ટિ તો છે, જે દિવ્યદૃષ્ટિ મળે તો માર્ગ હાથ લાગે એમ છે. આ કાળે આ ક્ષેત્રે એ સમ્યગ્દષ્ટિ મળે એમ છે અને તે મેળવવાની મથામણ અહીં વ્યક્ત થઈ છે. એકદમ ટુંકાણમાં વાત કરીએ તો કહેવાય કે. : All have eyes but few have vision.
આંખો તો બધાં પાસે છે પણ સમ્યમ્ માર્ગે દોરી જનારી સમ્યગ્દષ્ટિ બહુ જુજ લોકો પાસે છે.
પુરુષ પરંપરા અનુભવ જોવતાં રે, અંધો અંધ પુલાય; વસ્તુવિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં થાય..પંથડો..૩ પુલય’નું પાઠાંતરે કોઈક ઠેકાણે પીલાય છે અને પલાય પણ છે.
શબ્દાર્થ સંપ્રદાયથી ચાલ્યા આવતા પારંપરિક અનુભવ જ્ઞાનથી માર્ગને જોવા જાઉં તો એ આંધળાની પાછળ આંધળો પુલાતો હોય-ઠેલાતો કે દોરાતો હોય એવું થાય છે. અને જો આગમસિદ્ધાંત શાસ્ત્ર અનુસાર વસ્તુતત્ત્વની વિચારણા કરું છું તો, ત્યાં પગ મૂકી શકાય અને સ્થાન ગ્રહણ કરી સ્થિર એટલે મક્કમ થઈ શકાય એવું સ્થાન નથી.
વિવેચનઃ પંથડો નિહાળવો છે. જે દિવ્ય નયનથી એ માર્ગને નિરખી શકાય એમ છે, એ દિવ્ય નયન તો હજુ મળ્યા નથી. ચર્મચક્ષુથી
જ્ઞાનમાંથી જ્ઞાયકનું છૂટી જવું એ જ્ઞાતાનો મોટામાં મોટો અપરાધ છે.