Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
51
- હૃદય નયન નિહાળે જગધણી
માર્ગ ભાળી-દેખી શકાય એમ નથી એટલે હવે યોગીરાજજી માર્ગદર્શન માટેના અન્ય ઉપાયો હોય તો તેની વિચારણા કરે છે. પરાપૂર્વથી જે સાંપ્રદાયિક કુળાચારની પ્રણાલિકા-પરંપરા ચાલી આવી છે, તે માર્ગે જોવા જતાં જાણે એક આંધળાની પાછળ બીજાએ પણ આંધળા બની દોરાવા જેવું થાય છે.
માત્ર પરંપરાગત પ્રણાલિકાના આચરણથી તો એક ઘેટાની પાછળ બીજું ઘેટુ ઊંધું ઘાલીને ચાલે તેવું આંધળુકિયાં કરવા જેવું થાય છે. એ તો અંધની પાછળ અંધ બની કુટાઈ મરવા જેવું કે પીલાઈ જવા જેવું થાય છે.
યોગીરાજ આનંદઘનજી કાંઈ પરંપરાના વિરોધી નથી. ઊલટું ૨૧મા નમિ જિન સ્તવનની ૮મી કડીમાં પરંપરા અનુભવનું સમર્થન કર્યું છે અને કહ્યું છે...
ચૂરણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે; સમયપુરુષનાં અંગ કહ્યાં છે, જે છેદે તે દુર્ભવ્ય રે.. પડ૦૮
એઓશ્રીનું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કેવળ બાહ્ય વ્યવહારથી, “આગે સે ચલી આયી'ની નીતિ પ્રમાણે કુળની રીતિ મુજબ કે સાંપ્રદાયિક ધારા ધોરણ પ્રમાણે ઊંધું ઘાલીને, માત્ર કરણી કરવી, તે અંધ બનીને અંધને અનુસરવા અને કુટાવા જેવું થાય છે. અઢાર પાપસ્થાનકની પરિણતિના ઘટાડા વિનાની; જે દોષદર્શન, દોષપીડન, દોષહનન વિનાની, કોઈપણ જાતના લક્ષ કે ધ્યેય-હેતુ વિના ગતાનુગતિક, અન્યહેતુક અથવા અહેતુક દર્શન, ચૈત્યવંદન, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધાદિની ક્રિયા થાય છે, તેની ઉપર ઘા મારી પ્રહાર કરતાં કવિશ્રી એવી પરંપરાને
આકાશ જે લોકાલોક વ્યાપક છે તો જ્ઞાન લોકાલોક પ્રકાશક છે.