Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
49
હૃદય નયન નિહાળે જગધણી
"अज्ञानतिमिरान्धानं ज्ञानांजनशलाकया नेत्रमुन्मिलितं येन
तस्मै श्री गुरवे नमः।" “બિના નયન પાવે નહીં બિના નયનકી બાત;
સેવે સગુરુ ચરન, સો પાવે સાક્ષાત્.” | દિવ્યવિચાર એટલે આત્મતત્ત્વવિચાર. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો? શું આ મારું સ્વરૂપ છે? નથી, તો મારું ખરું સ્વરૂપ કેવું છે? આ જે સંયોગ સંબંધો વળગ્યા છે અને એના બંધને બંધાયેલો છું, તે કેમ કરીને છે? કયા ને કોના બંધથી બંધન છે? શું એ રાખવા-જાળવવા-સાચવવા-વધારવા જેવા છે? કે પછી પરિહરવા-ત્યાજવા જેવા છે? આ આત્મતત્ત્વવિચાર-સ્વશોધનને પદ્યમાં જણાવે છે.
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.
આવા મૂળને તપાસનારા આત્મશોધનરૂપ જે દિવ્યવિચાર છે, તે જ સમ્યગ્દષ્ટિ એટલે દિવ્યનયન છે, જેના વડે પંથડો-મારગ નિહાળી શકાય છે.
દેવાલયમાં પ્રાણપ્રતિષ્ઠિત થઈને બિરાજમાન બીજા અજિતનાથ ભગવાનના આલંબનથી, પોતામાં રહેલ પરમાત્મસ્વરૂપના દર્શનથી, પરમાત્મસ્વરૂપનો પરિચય થવાથી, એની પ્રીતિ-તડપન થવી, તે જ દિવ્યનયન મળવા તુલ્ય છે કે જેના વડે મારગ જોવાય છે. -
પોતાના જ્ઞાનને જ પોતાનું શેય બનાવી, જ્ઞાતા પોતે પોતાના જ્ઞાનમાં સમાઈ જાય તે મોક્ષ છે.