Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
47
- હૃદય નયન નિહાળે જગધણી
એટલે જગત. જ્યાં દેખવાની દૃષ્ટિશક્તિ જ નબળી છે, દૃષ્ટિભ્રમના કારણે અવળી, ઊંધી, ખોટી, મિથ્યા દૃષ્ટિ છે ત્યાં ભૂલા પડવાપણું છે. આખો સંસાર દૃષ્ટિભ્રમ એટલે ભૂલભરેલી દૃષ્ટિથી ઊભો થયો છે અથવા તો દૃષ્ટિભ્રમના કારણે આખું જગત ભૂલું પડ્યું છે. વિનાશી એવા દેહમાં હું-પણું સ્થાપ્યું છે તે મોટામાં મોટી ભૂલ છે. ..
ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી અવળી એવી મિથ્યાદૃષ્ટિ છે ત્યાં સુધી ભાવ અંધત્વ જ છે અને એ અંધત્વના કારણે જે સમસ્ત સંસારના લોકો શિવનગરના પંથે પ્રયાણ કરવાના બદલે સંસારમાર્ગે ભૂલા પડી ગયા છે. “જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર.”
જે નયનોથી આ મારગ જોઈ શકાય છે તે નયન દિવ્યવિચારદિવ્યસમજ છે. પ્રાપ્ત ચર્મચક્ષુથી એટલે કે સ્થૂલદષ્ટિથી તો આ મારગ જોઈ શકાય એમ નથી. એ ચર્મચક્ષુએ દેખાડેલા માર્ગે ચાલવા જતાં તો ભૂલા પડી જવાય એવું છે. તો પછી કઈ રીતે માર્ગ જોઈ શકાય? સમાધાનમાં યોગીરાજજી જણાવે છે કે જે નયનોથી આ માર્ગ જોઈ શકાય એમ છે તે નયન દિવ્યવિચાર-સમ્યગ્સમજ-દિવ્યસમજ છે.
બાહ્ય ચર્મચક્ષુથી દેખાતી દ્રવ્યક્રિયા-બાહ્ય વ્યવહારક્રિયાને મોક્ષમાર્ગ માની લેવાની ભૂલ થાય છે અને “અમે મોક્ષમાર્ગ છીએ” એવા ભૂલાવામાં રહેવાય છે. એ તો અશુભમાંથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ છે. એ પુણ્યમાર્ગ જરૂર છે પણ નિષ્કર્મા થઈ અક્રિય બનવાનો મોક્ષમાર્ગ નથી.
દિવ્યવિચાર કે જે સમ્યજ્ઞાન છે-ભેદજ્ઞાન છે, તેને વિવેકચક્ષુ
માન્યતા-શ્રદ્ધા-દર્શન વગરનો જીવ કોઈ કાળે હોય નહિ.