Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
46
(ચરમ નયણ) મળ્યાં છે, તેની મદદ વડે જ મારગ જોવી પડે એમ છે. સીધેસીધું-Direct આત્મા વડે જોવાનું વર્તમાનમાં શક્ય નથી. તેથી મળેલાં સાધન ચરમ નયનના માધ્યમથી જોવું પડે એમ છે. નબળી આંખવાળી વ્યક્તિ સીધેસીધું-Direct આંખથી નહિ જોતાં ચશ્માની મદદ વડે ચશ્માના માધ્યમથી Indirect આંખ વડે જેમ જુએ છે; તેના જેવી આ વાત છે.
જ્યાં મૌલિકતા રહી નથી અને કોઈક માધ્યમથી કામ કરવું પડતું હોય છે ત્યાં પરાધીનતા અને મર્યાદા આવે છે. મળેલી ચામડાની આંખથી - ચક્ષુરિન્દ્રિયથી કેવું અને કેટલું જોઈ શકાય? એની મર્યાદા છે. દૃષ્ટિ અમુક અંતરથી પેલે પારનું જોઈ શકતી નથી. વળી Eye illusion એટલે કે દૃષ્ટિભ્રમ પણ થાય છે. ખૂબ વેગથી દોડતી ટ્રેનનો પ્રવાસી પોતે સ્થિર હોવાનો અહેસાસ કરે છે અને બારી બહારના વૃક્ષો ગતિ કરતાં જણાય છે. મધદરિયે પાણી સિવાય કશું જ દેખાતું નથી તેથી બધું ગોળાકાર જણાય છે અને દિશાભાન ભૂલાઈ જવાય છે. પર્વતના શિખર ઉપરથી તળેટીમાં રહેલ વસ્તુઓ નાનકડી-ટચુકડી જણાય છે. પીળીઓ-કમળો થયો હોય તેને બધી વસ્તુ પીળી દેખાતી હોય છે. આંખે મોતિયો આવ્યો હોય એને બધું ધુંધળું દેખાતું હોય છે. પાણીમાં રહેલ વસ્તુ ત્રાસી જણાતી હોય છે. ચક્કર કે તમ્મર આવ્યા હોય એને બધું ગોળ-ગોળ ફરતું દેખાય છે. સૂર્યપ્રકાશ કે અન્ય પ્રકારનો કોઈ પ્રકાશ હોય ત્યારે, દૃષ્ટિમર્યાદામાં જેટલું આવી શકે તેટલું જ જોઈ શકે છે. આમ મળેલા ચર્મચક્ષુની બહારમાં જોવાની પણ પૂરેપૂરી ક્ષમતા નહિ હોય તો તે ભીતર તો કેમ કરી ડોકિયું કરી શકે અને દેખી શકે? જ્યાં દૃષ્ટિમર્યાદા અને દૃષ્ટિભ્રમ છે ત્યાં સ્થૂલદષ્ટિના કારણે ખોટે માર્ગે ચડી જઈ ભૂલા પડી જવાની સંભાવનાઓ ઘણી છે.
“ભૂલ્યો સયલ સંસાર...” સયલ એટલે કે સકલ અને સંસાર
સંસાર ખોટી-અવળી માન્યતાથી ઊભો થાય છે કેમકે જીવની માન્યતા એક પ્રકારનો પર્યાય છે. માટે સંસાર પર્યાયમાં છે.