Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
45
, હૃદય નયન નિહાળે જગધણી 卐
મુક્તિધામને પામવાના માર્ગને કેમ કરી વિચારી શકે, ને તે માર્ગે કેમ ચાલી
શકે ?
પરંતુ યોગીરાજજીએ પ્રથમ શ્રી ઋષભદેવ તીર્થંકર ભગવંત સ્તવના દ્વારા જાતને અને આપણ સહુને આત્માના પરમાત્મસ્વરૂપનું લક્ષ બેસાડ્યું છે અને તેથી કરી આ પંક્તિના ગાનથી પરમાત્મસ્વરૂપ પ્રાગટ્યના પંથની અભિલાષા જગાવી રહ્યાં છે.
ચરમ નયણ કરી મારગ જોવતા રે, ભૂલ્યો સયલ સંસાર; જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર..પંથડો..૨
પાઠાંતરે ‘ચરમ'ની જગાએ ‘ચર્મ’, ‘નયન’ની જગાએ ‘નયણે’, ‘જોવતાં’ની જગાએ ‘જોવતો’, અને ‘ભૂલ્યો’ની જગાએ ‘ભૂલો’ છે.
શબ્દાર્થ : સ્થૂળ ચર્મચક્ષુથી માર્ગને જોવા જતાં સંસાર આખો ભૂલો પડી ગયો છે-ભૂલથાપ ખાઈ ગયો છે. જે નયનથી મારગ જોઈ શકાય એમ છે તે નયનો તો દિવ્ય હોવા જોઈએ એ તું જાણ. અથવા તો દિવ્યવિચાર એટલે કે દિવ્યજ્ઞાનરૂપ દિવ્ય નયનોથી જ આ માર્ગ જોઇ જાણી શકાય તેમ છે. પણ બીજી કોઈ રીતે નહિ.
લક્ષ્યાર્થ-વિવેચન : પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિનો સાધનામાર્ગ જોવો છે. એ જોવાને માટે સાધન જોઈએ. વાસ્તવિક, મૌલિક પરિસ્થિતિ તો એવી હોવી જોઈએ કે જે જોનારો અને જાણનારો જ્ઞાતા-દૃષ્ટા આત્મા છે, તેણે પોતે પોતાવડે એટલે કે આત્માએ આત્મા વડે જોવું જોઈએ. પરંતુ અજ્ઞાનના યોગે આત્મા એના મૂળ શુદ્ધસ્વરૂપમાં નથી, તેથી વર્તમાને તે શક્ય નથી. આત્મા એના સ્વ-ભાવમાં નથી પણ વિભાવમાં છે. એ વિભાવમાં હોવાથી એને જે જોવાનું સાધન આંખ એટલે કે ચર્મચક્ષુ
સંસાર પર્યાયમાં છે. મોક્ષમાર્ગ અને મોક્ષ પણ પર્યાયમાં છે.