Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
41
, હૃદય નયન નિહાળે જગધણી
$
એરવતક્ષેત્રની અપેક્ષાએ માત્ર ચોવીશ વખત જ આકાશીય ગ્રહોની એવી ઉચ્ચપ્રકારની ગોઠવણી થાય છે કે જ્યારે આવા લોકોત્તમ પુરુષોત્તમનું અનિતલ ઉપર અવતરણ શક્ય બને છે. વળી એ પુરુષોત્તમના અવતરણને યથાયોગ્ય શુદ્ધ ઊંચા પુદ્ગલ પરમાણુઓ પણ આ ભરતક્ષેત્રની અને એરવતક્ષેત્રની કર્મભૂમિમાં ફક્ત ચોવીશ વખત ઉપલબ્ધ થાય છે. એ માટે જ ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગસૂરિજી ગાય છે...
હૈ: શાંતાન-રુચિમિ: પરમાણુમિસ્ત્વ, નિર્માવિતસ્ત્રિમુવનૈન-લતામભૂત !; तावंत एव खलु तेऽप्यणवः पृथिव्यां यत्ते समान - मपरं न हि रुपमस्ति ॥
જો કે આ અજિતનાથ ભગવાનનો કાળ એવો ઉત્કૃષ્ટ હતો કે પંદરે કર્મભૂમિમાં કુલ ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થંકર ભગવંતોની વિદ્યમાનતા એમના કાળમાં હતી.
તીર્થંકરોના આત્માઓએ પૂર્વમા બાંધેલી પુણ્યપ્રકૃતિના પ્રભાવથી પ્રાપ્ત થતાં અનંત અતુલ બળની ગણના શાસ્ત્રમાં નીચે પ્રમાણે કરેલી છે. ઘણાં માણસોને એકલે હાથે પહોંચી શકે તેવો એકલવીર હોય તે યોદ્ધો કહેવાય. એવા બાર યોદ્ધાઓનું બળ એક બળદમાં હોય છે. એવા દશ બળદનું બળ એક ઘોડામાં હોય છે. એવા બાર ઘોડાનું બળ એક પાડામાં હોય છે. એવા પંદર પાડાનું બળ એક હાથીમાં હોય છે. એવા પાંચસો હાથીનું બળ એક સિંહમાં હોય છે. એવા હજાર સિંહનું બળ એક અષ્ટાપદ પક્ષીમાં હોય છે. એવા દશ લાખ અષ્ટાપદપક્ષીનું બળ એક બળદેવમાં હોય છે. એવા બે બળદેવનું બળ એક વાસુદેવમાં હોય છે. એવા બે વાસુદેવનું બળ એક ચક્રવર્તીમાં હોય છે. એવા એક લાખ ચક્રવર્તીનું બળ એક નાગેન્દ્રમાં હોય છે. એવા એક ક્રોડ નાગેન્દ્રનું બળ
જ્ઞાન અધુરું-અપૂર્ણ યાલે પણ જ્ઞાન અવળું-ઊંધું-ખોટું-મલિન હોય તે ન યાલે.