Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
39
, હૃદય નયન નિહાળે જગધણી
5
આ માર્ગ જેઓશ્રીએ સ્વયં આદર્યો છે, આરાધ્યો છે અને અન્ય ભવ્યાત્માઓ માટે ઉપદેશ્યો છે, તે કરૂણાકર આ અવસર્પિણીની વર્તમાન ચોવીશીના બીજા જિનેશ્વર છે. પોતે આ માર્ગે ચાલીને; સર્વ અંતરંગ દુશ્મનો (૧૮ દોષ, ૧૬ સંજ્ઞાદિ)ને હણીને, કષાયોને જીતીને, ઈન્દ્રિયોને વશ કરી, રાગ ને દ્વેષ ઉપર વિજય મેળવીને વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વાનંદી-પૂર્ણાનંદી, નિર્વિકલ્પ બન્યા છે, એવા એ બીજા` જિનેશ્વર ભગવંતના પ્રરૂપેલા સાધનાપથ (પંથડો)ને હું નિહાળું છું. એ ભગવંતે કંડારેલી વાટડી (કેડી)ને હું વિલોકું છું એટલે કે અભેદરૂપે તેને મારા અંતરમાં પરિણમાવું છું. માર્ગથી મારા ઉપયોગને જુદો જોતો નથી.
અહીં ‘‘નિહાળું-વિલોકું' શબ્દનો પ્રયોગ ખાસ હેતુપૂર્વક કરાયો છે. માર્ગ જોવાનો, નિરખવાનો કે એ માર્ગે ટહેલવાનો ઉદ્દેશ યોગીરાજજીનો નથી. યોગીરાજજીને તો આ માર્ગે ચાલીને સાધના કરી મંજિલપર પહોંચવું છે-સ્વધામ સિદ્ધશિલાએ પહોંચવું છે તેથી તેવા ઊંચા ઉદ્દેશથી એ માર્ગને નિહાળી રહ્યાં છે. અર્થાત્ માર્ગ ખરેખર જ્યાં પહોંચવું છે ત્યાં માર્ગ પહોંચાડે એમ છે કે નહિ, એ માર્ગ સરળ છે કે કઠિન છે, મુકામે પહોંચતાં પહેલા માર્ગમાં કયા કયા ભયસ્થાનો આવે છે અને ક્યાં ક્યાં વિરામ–વિસામો લઈ શકાય એમ છે એ બધાનું બારીકાઈથી નિરીક્ષણ-અવલોકન કરે છે.
ટોળાંથી વિખૂટું પડી ગયેલું હરણિયું જેમ બીજા હરણિયાને મળવા એકીટસે જોયા કરે, તેમજ આષાઢ મહિનો આવતા ચાતકપક્ષી જેમ એકીટસે-અનિમેષ નજરે આકાશ ઉપર મીટ માંડી રહે, તેમ પ્રભુને પામવા યોગીરાજ પ્રભુના મારગને નિહાળી રહ્યાં છે એટલે કે પોતાના ઉપયોગની સાથે જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા સાધી રહ્યાં છે. એમ
અજ્ઞાન વસ્તુસ્વરૂપને ઊંઘું બતાડે-ઊંઘું સમજાવે-ઊંઘી દિશા પકડાવે - ભ્રમિત કરે.