Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
પ્રથમ ઋષભદેવ સ્તવનમાં પ્રભુપ્રેમના તથા ચેતનાના સ્વરૂપનો પરિચય કરી, પ્રીતિ અને પ્રાપ્તિની વાતને ગૂંથી છે અને તેના દ્વારા પ્રીતિયોગ અર્થાત્ પ્રેમલક્ષણા ભક્તિને અભિવ્યક્ત કરી છે. હવે આ બીજા શ્રી અજિતનાથ ભગવાનના સ્તવનમાં પ્રભુપ્રાપ્તિ એટલે કે ચેતનની સાથે ચેતનાનું મિલન કેમ થાય? તે માટેનો માર્ગ કયો? તે વાતને ગૂંથી છે. પ્રથમ, મંજિલ-મુકામ એટલે કે સાધ્યના સ્વરૂપ વિષે વિચારણા કર્યા બાદ, હવે દ્વિતીય સ્તવનમાં સાધ્યની પ્રાપ્તિ માટે સાધનામાર્ગની અને એ માર્ગને અભિમુખ થવા માટેની વાત યોગીરાજ જણાવી રહ્યાં છે. પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અજિત અજિત ગુણધામ; જે તેં જીત્યા રે તિણે હું જીતીયો રે, પુરુષ કિષ્ણુ મુજ નામ?
પંથડો નિહાલું રે બીજા જિન તણો રે...
વાટડી વિલોકું રે બીજા જિનતણી રે. ૧.
આ કડીમાં “નિહાલું' નું પાઠાંતર “નિહાળે છે અને “વાટડી વિલોકું રે બીજ જિન તણી રે.” એ ટેકનું પદ ઘણે ઠેકાણે નથી.
શબ્દાર્થઃ અંતરંગ શત્રુઓને જીતી લઈ ક્ષાયિક-અજિત ગુણધામ થયા છે, એવા બીજા જિનેશ્વર ભગવંતનો જે અજિત થવાનો માર્ગ છે તેનું હું નિરીક્ષણ કરતો તેમની વાટડીને વિલોકી રહ્યો છું. નાથ! જેને જીતી આપ અરિહન્ત બન્યા છો, તેનાથી જીતાયેલો-હણાયેલો એવો હું આજે અરિહત છું તો પછી મારી જાતને પુરુષ કેમ કરી કહેવડાવું?
લક્ષ્યાર્થ-વિવેચનઃ “પંથડો નિહાલું રે બીજા જિન તણો રે..” જે મંજિલે પહોંચવું છે અને જે સાધ્ય-ધ્યેય-લક્ષને આંબવું છે, તેના માર્ગની વિચારણાનું ગુંજન કવિરાજ કરી રહ્યાં છે.
અજ્ઞાન પરંપદાર્થમાં સુખ બતાડે-સમજાવે, જ્યારે અવિરતિ પરપદાર્થમાં સુખ લગાડે-ગમાડે.