Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
42
એક ઈન્દ્રમાં હોય છે અને એવા અનંત ઈન્દ્રોનું બળ તીર્થંકર ભગવંતની ટચલી આંગળીમાં હોય છે.
બાળપ્રભુ મહાવીરના જન્માભિષેક સમયે ઈન્દ્રને શંકા થઈ કે એક કરોડ ને સાઠ લાખ મસમોટા દેવી કળશોનો જલાભિષેક બાળપ્રભુ કેમ સહન કરશે? ત્યારે અવધિજ્ઞાનના બળે બાળપ્રભુ મહાવીરે, ઈન્દ્રના મનોગતભાવને જાણીને ઇન્દ્રની શંકાના નિવારણ માટે પગના અંગુઠાના સ્પર્શથી મેરુ પર્વતને કંપાયમાન કર્યો હતો.
“ચરણ અંગુઠે રે મેરુ કંપાવિયો, મોચા સુરના રે માન...''
આવા નામ પ્રમાણેના ગુણ ધરાવનાર, એ બીજા જિન, જીતી નહિ શકાય એવા અજિત છે. વળી પાછા એ અજિતનાથ ભગવાન, અજિત એટલે કે ક્ષાયિક ગુણોના સ્વામી ‘અજિત ગુણધામ’ છે. - ‘અક્ષય ગુણધામ’ છે.
આવા અજિતનાથ જિનેશ્વર તીર્થંકર ભગવંત સાથે અવધૂત યોગી આનંદઘનજી મહારાજા મોઢામોઢ Face to face, Person to person વૈયક્તિક વાત કરતા હોય એમ કહે છે....
“જે તેં જિત્યા રે તિણે હું જિતિયો રે, ‘પુરુષ’ કિશ્યું મુજ નામ?''
હે અરિહંત ! જે અંતરંગ દુશ્મનોને તેં જીતી લઈ સ્વનામ સાર્થક કરવાનું કૌવત-પુરુષત્વ દાખવ્યું તે સર્વ અંતરંગ દુશ્મનો વડે જીતાઈ ગયેલો અને હણાઈ ગયેલો એવો કાયર, ‘‘હું અરિહત છું ! ધૂળ પડી મારા પુરુષાતનમાં ! મુજ એટલે મારું ‘પુરુષ’ નામ કેમ કહેવાય ? પહેલા પુરુષ અને બીજા પુરુષમાં આ સંવાદ છે. પુરુષ તો તું અજિત અરિહન્ન છે.
જ્ઞાનમાં મલિનતા દર્શનમોહનીયકર્મના ઉદયને સૂચવે છે.